આ રીતે મળે છે સાચી લોકપ્રિયતા
July 23, 2008 Leave a comment
આ રીતે મળે છે સાચી લોકપ્રિયતા
જીવનની વાસ્તવિક સફળતા તથા લોકપ્રિયતા મેળવવા માટે ધનદોલત અથવા શક્તિના હથિયાર ની જરૂરિયાત નથી, તેના માટે જરૂર છે ગુણ, કર્મ અને સ્વભાવમાં શ્રેષ્ઠતાની. જયા સુધી ગુણ, કર્મ અને સ્વભાવમાં શ્રેષ્ઠતાનો સમાવેશ નહી થાય, ત્યાં સુધી ઘણી બધી ધનદોલત તથા શક્તિ સંપન્નતા હોવા છતાં પણ મનુષ્ય વાસ્તવિક લોકપ્રિયતા નથી મેળવી શકતો.
જે ગુણવાન છે તેનો આદર ધનવાન અને ગરીબ બંને ય કરે છે. તેની પુજા પ્રતિષ્ઠા કોઇ બાહ્ય આધાર પર નથી થતી,પરંતુ આંતરિક ગુણો ના કારણે જ થાય છે. સહાનુભૂતિ, સંવેદના,સહયોગ તથા સેવાના ગુણ મનુષ્યને સાહજિક રીતે જ લોકપ્રિય બનાવી દે છે. ગુણવાન મનુષ્યને એક સદ્ ભાવના જ એટલી બધી લોકપ્રિયતા અપાવી શકે છે. જે એક ધનવાન લાખ્ખો રૂપિયાનો ખર્ચ કરીને પણ નથી મેળવી શકતો. સહાનુભૂતિ નો એક શબ્દ, સંવેદનાનું એક આંસુ અને સેવાનું એક કાર્ય સો ગણા સોના કરતા પણ વધારે મૂલ્યવાન છે.
જે સદાચારી છે, સારાં કર્મ કરનારા છે, તેમનું આચરણ જ તેમને લોકપ્રિય બનાવી દે છે. લોકો તેમના પર વિશ્વાસ કરશે. તેમને આદરની દ્રષ્ટિ થી જોશે અને તેમની ચર્ચા કરશે. કર્મોની શ્રેષ્ઠતા અને નિષ્કલંકતામાં આસ્થા રાખનારાં લોકો મોટા માં મોટી તકલીફ ઉઠાવીને પણ કોઈને દગો નહીં દે, ખોટુ આચરણ અથવા પ્રદર્શન નો આધાર નહીં લે.
અખંડ જ્યોતિ, ઓગસ્ટ-૧૯૬૬, પેજ-૧૭- ૧૮
પ્રતિભાવો