લક્ષ્ય વગરનું જીવન :
July 31, 2008 Leave a comment
લક્ષ્ય વગરનું જીવન
આપણા જીવનનું લક્ષ્ય શું છે એની આપણને ખબર નથી એ આશ્ચર્યજનક બાબત છે. બધા લોકો ધન ભેગું કરે છે, પરંતું એનો હેતું શું છે એનો ઉત્તર કોઇક વિરલો જ સાચી રીતે આપી શકશે. બધા કરે છે તો આપણે પણ કરીએ, બધા ખાય છે તો આપણે પણ ખાઇએ, બધા ક્માય છે તો આપણે પણ ક્માઇએ, આવું આંધળું અનુકરણ કરવાની વૃત્તિ આપણા વિચારો અને કાર્યોનો પાયો હોય એમ લાગે છે.
આખરે કમાણી અને સંગ્રહ કયાં સુધી અને શા માટે એનો પણ વિચાર કરવો જોઇએ, પરંતુ આપણે તો લક્ષ્યવિહીન, ચૈતન્યશૂન્ય અને યંત્રવત્ જડ જેવા બની રહ્યા છીએ, ક્રિયા કરી રહ્યા છીએ, પણ આપણને વિચારવાની ફુરસદ જ કયાં છે ? કયાં જવાનું છે એ જાણ્યા વગર કોઇ ચાલતો જ રહે તો એ ચાલવાનો શું મતલબ ? લક્ષ્યનો નિર્ણય કર્યા વગર આપણી ક્રિયા નિરર્થક સાબિત થશે.
જન્મ લઇએ છીએ, આમતેમ થોડી પ્રવૃત્તિ કરીએ છીએ અને અંતે આ દુનિયામાંથી વિદાય લઇએ છીએ. આ જ ક્રમ અનાદિકાળથી ચાલ્યો આવે છે. આ જન્મ શા માટે ધારણ કર્યો છે અને મૃત્યું કેમ આવે છે? શું એમાંથી મુકત થવાનો કોઇ ઉપાય છે ?
જો છે તો ક્યો અને એની સાધના કઇ રીતે કરવામાં આવે એ વિશે વિચાર કરવો ખૂબ જરૂરી છે. એક દિવસ મરવાનું તો નક્કી જ છે. તેથી લક્ષ્ય નક્કી કરી ત્યાં સુધી પહોંચવા માટે પ્રયત્ન કરવો જોઇએ. નકામો સમય વેડફવામા બદલે પ્રાપ્ત થયેલાં સાધનોને લાભને અનુકુળ બનાવવામાં આવે. લક્ષ્ય સુધી પહોંચીને પછી જ વિશ્રામ કરવો જોઇએ. આ જ આપણું પરમ કર્તવ્ય છે.
પ્રતિભાવો