ઉઠો ! હિંમત કરો.
August 9, 2008 Leave a comment
ઉઠો ! હિંમત કરો.
યાદ રાખો, અવરોધો અને મુશ્કેલીઓ તમારી હિતેચ્છુ છે. તે તમારી શક્તિઓનો બરાબર ઉપયોગ શીખવવા માટે આવે છે. તેઓ તમારા માર્ગના કાંટા હટાવવા માટે છે. તે તમારા જીવનને આનંદમય બનાવવા માટે છે. જેના માર્ગમાં અવરોધો નથી આવતા તે જીવનનો આનંદ પ્રાપ્ત કરી શકતો નથી. એમને જિંદગીની મજા ચાખવા મળતી નથી. જેના માર્ગમાં મોટી મોટી મુશ્કેલીઓ આવી છે તેમને જ જીવનનો રસ ચાખવા મળ્યો છે. તેઓ જ મહાન આત્મા કહેવાયા છે. એમનું જ જીવન સાચું જીવન કહેવાય છે.
ઉઠો, ઉદાસીનતા છોડો. ભગવાન તરફ જુઓ, તેઓ જીવનનો પુંજ છે. એમણે તમને આ સંસારમાં નકામા નથી મોકલ્યા. એમણે તમારી પાછળ જે શ્રમ કર્યો છે તેને સાર્થક કરવો તે તમારું કામ છે. જ્યાં સુધી આપણે આપણું જીવન હોમી દેતા નથી ત્યાં સુધી જ આ સંસાર દુ:ખમય લાગે છે. બલિદાન થયેલા બીજમાંથી જ વૃક્ષનો જન્મ થાય છે. ફૂલ અને ફળ એના જીવનની સાર્થકતા સિદ્ધ કરે છે.
હંમેશા પ્રસન્ન રહો, મુસિબતોનો હસતા મોંએ સામનો કરો. આત્મા સૌથી બળવાન છે. આ સત્ય પર દ્ઢ વિશ્વાસ રાખો. આ ઇશ્વરીય વિશ્વાસ છે. આ વિશ્વાસ દ્ધારા તમે બધી મુશ્કેલીઓ ઉપર વિજય મેળવી શકો છો. કોઇ કાયરતા તમારી સામે ટકી શકે નહીં એનાથી તમારા બળમાં વૃદ્ધિ થશે. કોઇઅ કાયરતા તમારી સામે ટકી શકે નહીં. એનાથી તમારા બળમાં વૃદ્ધિમાં થશે. તે તમારી આંતરિક શક્તિઓનો વિકાસ કરશે.
અખંડજ્યોતિ, ફેબ્રુઆરી-1940 પેજ-9
પ્રતિભાવો