અસત્યની તરફ નહિ, સત્ય તરફ :
August 10, 2008 Leave a comment
અસત્યની તરફ નહિ, સત્ય તરફ
સત્ય ! સત્ય !! સત્ય !!! અરે, કેટલો સુંદર શબ્દ છે ! તેનું ઉચ્ચારણ કરતાં જ જીભને શાંતિ મળે છે, વિચાર કરતાં જ મસ્તક શીતળ થઇ જાય છે. તેને હ્રદયંગમ કરતાં જ કાળજાને ઠંડક મળે છે. જૂઠના માયાવી પ્રપંચોમાં પડીને ઇશ્વરનો રાજકુમાર એવો મનુષ્ય માનવતા છોડીને પશુ બની ગયો છે. સત્યનો અનાદર કરવાનું પરિણામ તે ભોગવી રહ્યો છે.
ઇશ્વર સત્ય છે, આત્મા સત્ય છે, પ્રભુની ત્રિગુણમયી લીલા સત્ય છે. બધે સત્ય જ વ્યાપી રહ્યું છે. જીવનના કણેકણનું એક જ રટણ છે – સત્ય. આપણું જીવન અખિલ સત્યરૂપી તત્વમાં વિચરણ કરતાં કરતાં અમૃતનું પાન કરવા માટે જ છે. પ્રભુએ કૃપા કરીને આપણને આ સંસારની સત્યરૂપી વાટિકામાં ભ્રમણ કરીને આનંદ મેળવવા માટે મોકલ્યા છે, પરંતુ હાય, આપણે તો પોતાને બિલકુલ ભુલતા જઇએ છીએ. વાસ્તવમાં દુનિયા બીજું કાંઇ નથી, આપણી છાયા જ આ સંસારરૂપી દર્પણમાં દેખાઇ રહી છે.
સત્ય મનુષ્યોને પ્રેરણા આપે છે કે અંતરમાં ડોકિયું કરો, પોતાનો દ્રષ્ટિકોણ બદલો, પોતાનું અને દુનિયાનું સ્વરૂપ સમજો, પોતાને સારા બનાવો તો આખી દુનિયા તમારા માટે સારી બની જશે. શ્રુતિ કહે છે, “અસતો મા સદ્દગમય.” અસત્ય તરફ નહિ, સત્ય તરફ ગમન કરો. તેમાં જ આપનું કલ્યાણ છે
અખંડજ્યોતિ, જાન્યુઆરી-1942, પેજ-1
પ્રતિભાવો