એકાગ્રતાની સાધના કરો

એકાગ્રતાની સાધના કરો

હળવું ફૂલ, ખુશીની ભરપૂર જીવન જીવનારા માણસો નિરાંતે જીવન પસાર કરે છે. પ્રસન્નતામાંથી સમતા, શાંતિ, સાહસિકતા અને ઉમંગનો જન્મ થાય છે.  પ્રસન્ન માણસનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે.  આજે આપણે માનવમન વિશે શીખીએ જે અનંત શક્તિનો ભંડાર હોય છે.  આપણું મન એક ફળદ્રુપ ખેતર છે, જેમાંથી જે વસ્તુ ઇચ્છો સીધા માર્ગે પેદા કરી કરી શકો છો.  જે તેનો યોગ્ય ઉપયોગ કરશે તે લાભ મેળવશે.  જેવું વાવશે એવું લણશે.  પણ મનની આ ક્ષેત્રતા કુદરતી નથી એને તૈયાર કરવી પડે છે.  જેવી રીતે ઉપજાઉપણાનો ગુણ હોવા છતાં પણ બધી જમીનમાં ખેતી નથી થતી, તેને ખેતરનું રૂપ આપવા માટે પ્રયત્નો કરવા પડે છે, તે રીતે મનોભૂમિ પણ તૈયાર કરવી પડે છે.  ત્યારે જ તે મનગમતું ફળ આપ્યા કરે છે.  મનનું નિર્માણ છે – તેનું પરિમાર્જન અને તેની ફળદ્રુપતા છે – એકાગ્રતા સ્થિતિમાં લાવ્યા વિના તેની શક્તિઓનો લાભ ઉઠાવી શકાતો નથી.  જીવનમાં કોઇપણ સફળતાનો સમાવેશ કરવા માટે માનસિક શક્તિઓનું ફરજિયાત મહત્વ છે.  પ્રાપ્તિઓ, ઉપલબ્ધિઓ અને સફળતાનો આધાર છે માણસની ક્રિયાશીલતા અને આ કાર્યશીલતાનું બધું સંચાલન મન વડે જ થાય છે.  જેટલો વધારે માનસિક શક્તિઓનો સહયોગ મળતો જશે કાર્યશીલતા એટલી જ તીવ, પ્રખર બનતી જશે. મનની શક્તિ એકાગ્રતામાં રહેલી છે. જીવનવિકાસ માટે એકાગ્રતાની સાધના કરતા રહેવું જોઇએ. મનુષ્યનું એકાગ્ર મન તેની ઉન્નતિનો એકમાત્ર આધાર માનવામાં આવ્યો છે.  જે માણસ પોતાના મનને એકાગ્ર કરી લે છે, તે કોઇ પણ કાર્યમાં તેની બધી શક્તિઓનો એકી સાથે પ્રયોગ કરી શકે છે. જેવી રીતે એક બહિગોર્ળ કાચ સૂર્યનાં કિરણોને એકત્રિત કરી કોઇને સળગાવી દેવાની શક્તિ મેળવી લે છે, તે રીતે એકાગ્ર મન પોતાની એકત્ર શક્તિઓ વડે કોઇપણ હેતુ સિદ્ધ કરી શકે છે.

આજ સુધી દુનિયામાં જેટલા માણસો ઉન્નતિના શિખરે ચઢી શકવામાં સફળ થયા છે,તેમાંથી કોઇ પણ એવો નથી, જે એકાએક એ સ્થિતિએ પહોંચી ગયો હોય.  ઉન્નતિ કોઇ આકસ્મિક ઘટના નથી. તે ક્રમિક વિકાસ અને પ્રગતિની અસાધારણ પ્રક્રિયાનું પરિણામ છે, જેને એકાગ્રતાથી જ પૂરું કરી શકાય છે. ચંચળ મન અને ભટકતી વૃત્તિઓ દ્વારા એને પૂરું કરવું શક્ય નથી.  માનસિક ચંચળતા માણસની બધી ક્ષમતાઓ વિખેરી નાખીને તેને નિર્બળ તથા નિરર્થક બનાવે છે.

મનને કોઇ એક નિશ્ચિત લક્ષ્ય પર કેન્દ્રિત કરવું તે તેની એકાગ્રતા છે.  સૂર્યનાં કિરણોમાં ભયાનક આગ હોય છે. પરંતુ આખી સૃષ્ટિમાં ફેલાય છતાં તે કોઇપણ ચીજને ગરમ તો કરે જ છે પણ સળગાવી નથી શકતાં. તેનું કારણ એ છે કે સૂર્યની અગ્નિનો થોડો ભાગ અલગ અલગ વેરાયેલા હોય છે પણ જ્યારે તે કોઇ ઉપાય વડે એકાગ્ર કરીને પ્રયોગ કરવામાં આવે છે, તો તરત જ ભયંકર અગ્નિનું રૂપ ધારણ કરી લે છે. વૈજ્ઞાનિકોનું કથન છે કે જો કોઇ ઉપાયથી સૂર્યનાં વેરાયેલા કિરણોને કોઇ સાધન વડે એક સ્થાન પ એકત્ર કરી એને જે દેશામાં મોકલવામાં આવે તો તેઓ તે દિશાની બધી વસ્તુઓને રાખ કરી દે છે.  કોઇપણ શક્તિઓનું એકત્રીકરણ જ એની એકાગ્રતા છે જેનાથી કોઇપણ હેતુ સિદ્ધ કરી શકાય છે.


About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: