પરિવાર એક તપોવન, પરિવારમાં શાલીનતા અને શિષ્ટાચાર
September 12, 2008 Leave a comment
પરિવાર એક તપોવન :
કુટુંબ એક તપોવન છે, જ્યાં વ્યક્તિ સ્વેચ્છાએ તપ, ત્યાગ, તથા ધર્માચરણનો આધાર લે છે. પરિવારમાં મનુષ્યનો આત્મિક-માનસિક વિકાસ સરળતાથી થાય છે. પરસ્પર એકબીજા પ્રત્યે કર્તવ્ય નિભાવવાનો ધર્મ માણસનું જીવન વિકસિત કરે છે.
વાસ્તવમાં કુટુંબની સાર્થકતા જ એ હતી કે તે માણસની ઝેરી સંકુચિતતા અને તીક્ષ્ણ સ્વાર્થેપણાને દૂર કરતું તથા એને સમરસ બનાવીને સહનશીલતા, સંતોષ, સહયોગ, સમાજિક્તાની, સેવાની ભાવનાઓ જગાડીને સમાજને સહાયક બનતું હતું.
પરિવારનું દ્વાર હંમેશા સમાજ તરફ ખૂલે છે. જો તેનો આધાર ત્યાગ અને કર્તવ્ય પરાયણતા ન રહેતાં એકબીજાના જીવનની હત્યા કરતાં રહેવાનો અને પડાવી લેવાની તક જોઈ રહેવાનો જ થઈ ગયો, તો પછી એનું પરિણામ એવા નાગરિકોના રૂપે સામે આવશે જે એકબીજાને ગળી જવાની તૈયારી કરી રહ્યાં છે.
પ્રતિભાવો