આત્મસન્માનની રક્ષા કરો :
September 15, 2008 Leave a comment
આત્મસન્માનની રક્ષા કરો :
જો તમે આત્માનું હનન કરતા હો તો, પોતાના વિષયમાં હલકો ભાવ રાખતા હો તો તમે ભાવનાઓની બીમારીમાં ફસાયેલા છો. આ બીમારી તમને તમારી મોટાઈનો અનુભવ થવા દેતી નથી. આનાથી છૂટવાનો ઉપાય એ છે કે તમે કાર્યોને ભાવનાની ચિંતા કર્યા વગર પૂર્ણ કરતા જાઓ. એ નિયમ બનાવી લો કે તમે પોતે કરેલા કોઈ પણ કાર્યની નિંદા કરશો નહીં.
પોતાના વિષયમાં ઉચ્ચ અને પવિત્ર કલ્પના કરી લો અને તેને સમર્થન આપતા રહો. કાર્ય કરવાની તમારી હીનતા અદ્રશ્ય થતી જશે. વધારે વિચાર કરવાથી તે તીક્ષ્ણ બનતી જશે. ઓછું વિચારો અને કાર્ય વધુ કરો. જે વ્યક્તિ પોતાની નિંદા કરે છે અને ભૂલ શોધ્યા કરે છે તે આત્મવિકાસ અને શુદ્ધિ રોકી રહ્યો છે.
તમે તમારા સંતોષ અને ઉત્સાહ માટે બીજા ઉપર નિર્ભર ન રહો. બીજાનું અનુકરણ ન કરો. એવું કરવાથી તમારી મૌલિકતા, ગુણ, વિશેષતા પ્રગટ નથી થતી. કોઈ કાંઈ પણ કહે મનનું ધાર્યું કરો. તમે પોતે વિચારો કે ઉત્તમ શું છે? તમારી વિશેષતાઓ બહાર આવશે અને લોકો ચમકશે.
માનસિક દ્રષ્ટિકોણથી બાળક ન બનો. સંસારની ડરામણી ચીજો, આપત્તિઓ અને સંઘર્ષને સહન કરવાની આત્મશક્તિનો નિરંતર વિકાસ કરતા રહો.
પ્રતિભાવો