કર્તવ્યનું પાલન કરો, યુગ ઋષિની અમર વાણી
September 15, 2008 Leave a comment
કર્તવ્યનું પાલન કરો :
કર્તવ્ય તે કાર્ય છે જે કરવાનું આપણો ધર્મ છે અને જે ન કરવાથી આપણે અન્ય લોકોની નજરમાં નીચા પડીએ છીએ અને ચરિત્રની દ્રષ્ટિએ અન્યથી નીચા બનીએ છીએ.
દ્રઢ વિશ્વાસ રાખો કે જ્યારે પણ તમારું મન કોઈ કાર્યને કરતાં અચકાય અથવા તો દૂર ભાગે ત્યારે તે કાર્ય ન કરો. તમને ધર્મનું પાલન કરવામાં તકલીફ તો પડશે જ, પરંતુ ધૈર્ય ન તોડશો. તમારો પડોશી ઠગવિધા અને અસત્યનો આશરો લઈ ધનાઢય થઈ ગયો અને તમે નિર્ધન જ રહ્યા તેમાં શું થયું ? તેમાં શું કે બીજા લોકોએ ખોટી ખુશામત કરીને મોટી મોટી નોકરીઓ મેળવી લીધી અને તમને કશું ન મળ્યું અને તેમાં શું થયું કે બીજા નીચ કાર્યો કરી સુખ ભોગવે છે અને તમે સદા દુ:ખમાં રહો છો. તમે તમારા કર્તવ્ય ધર્મને કદી ન છોડતા અને જુઓ કે તેમાં કેટલાં સંતોષ અને સન્માન મળે છે.
કંઈક લોભાવનારું જોઈને લપસી ન પડતા. પાપનું આકર્ષણ શરૂઆતમાં ઘણું લલચાવનારું દેખાય છે, પરંતુ અંતમાં તો નુકસાની જ મળે છે. જે તેની વાતોમાં આવી ગયું તેને જુદી જુદી શારીરિક અને માનસિક મુશ્કેલીઓ સહન કરવી પડે છે. સાવધાન રહો. લોભમાં ન ફસાવ, ભલે કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડે, પણ કર્તવ્ય પર દ્રઢ રહો. કર્તવ્ય પ્રત્યે દ્રઢ રહેનાર મનુષ્ય જ સાચો મનુષ્ય કહેવડાવવાને અધિકારી બને છે
પ્રતિભાવો