જીવન સફળતાનો માર્ગ, યુગ ઋષિની અમર વાણી
September 18, 2008 Leave a comment
જીવન સફળતાનો માર્ગ :
કાંઈ પણ કાર્યમાં ઇચ્છા પ્રમાણેની સફળતા પ્રાપ્ત કરવાને માટે તેનો યોગ્ય વિચાર કરવો, તેનાં દરેક પાસાંઓની યોગ્ય રીતે જાણકારી મેળવવી અત્યંત આવશ્યક છે, તેનાં દરેક પાસાઓનું બારીકાઈથી સૂક્ષ્મ તપાસ કરીને પોતાના હાનિ, લાભ, રસ્તાની મુશ્કેલીઓ, બીજા દ્વારા વ્યર્થ વિરોધ, પોતાની શક્તિ, સાધન, યોગ્યતા તથા કાર્યની રૂપરેખા અને ક્રમ વગેરે ઉપર સારી રીતે ગંભીરતા પૂર્વક વિચાર કરીને કાર્યની શરૂઆત કરવી જોઈએ.
એ નિશ્ચિત છે કે આપણાં કર્તવ્યોને ગંભીરતાથી વિચારપૂર્વક અને યોગ્ય કાર્યપદ્ધતિ દ્વારા કરવામાં આવે તો અસફળતાની સંભાવના ઘટી જાય છે. સામાન્ય રીતે અસફળતા ત્યારે જ મળે છે જ્યારે પોતાનાં કર્તવ્યોને સાવધાનીપૂર્વક વિચારી અને વ્યવસ્થા વગર કરવામાં આવે છે.
આપણે કોઈ પણ મહાપુરુષને જોઈએ તો દરેકના જીવનમાં યોજનાઓનો સુંદર મેળ હોય છે. યોગ્ય યોજનાઓ સિવાય તે કોઈ તેમના જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકત નહીં. જો આપણે પણ સફળતા પ્રાપ્ત કરવી હશે તો પછી તે વેપાર, કારીગરી અથવા કોઈ પણ કાર્ય અંગેની હશે. આપણે આપણા મહાન ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખી નક્કર યોજના બનાવી કાર્યની શરૂઆત કરી તેને સફળ બનાવવી પડશે. જીવનમાં યોગ્ય સફળતા, સુખ અને શાંતિ પ્રાપ્ત કરવાના આ જ નક્કર રસ્તા અને ઉપાય છે.
પ્રતિભાવો