જીવન શું છે ? યુગ ઋષિની અમર વાણી
September 18, 2008 Leave a comment
જીવન શું છે ? :
ખાવું, પીવું, પચાવવું, શ્વાસ લેવા વગેરે શરીરમાં નિત્ય થતા કાર્ય માત્ર શું જીવન છે અથવા શું ધન, સંપત્તિ, નામ, યશ મેળવવા માટે કરવામાં આવતી તરકીબ અને ઉપાયોનો વિચાર કરવો ફકત જીવન છે અથવા સૃષ્ટિની પરંપરાને ચલાવવા માટે સંતાનોની ઉત્પત્તિ કરતા રહેવું એ જ જીવન છે.
જીવન બે પ્રકારનાં હોય છે. એક ભૌતિક અને બીજું આધ્યાત્મિક, વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વિચારવું, જાણવું, ઇચ્છા કરવી, ભોજન કરવું અને તેનું પરિણામ મેળવવું, શ્વાસ લેવો વગેરે જે કાર્યો છે તે જ જીવન છે. પરંતુ આવું જીવન અમર નથી હોતું. આવું જીવન સુખ-દુ:ખ, ચિંતા-પીડા, મુશ્કેલી, પાપ, ઘડપણ વગેરે રોગના શિકાર બની જાય છે.
પ્રાચીન મહર્ષિ, યોગી અને તપસ્વીઓએ પોતાના આત્માને ઓળખીને ખાતરીપૂર્વક કહ્યું કે જે આત્મામાં લીન છે ફકત તેઓ જ સ્થિર અને અપાર આનંદ તથા અમરત્વ મેળવી શકે છે. ગુરુવચન, શાસ્ત્રોમાં જે લોકોને અતૂટ શ્રદ્ધા છે તે સૌ આધ્યાત્મિક અને સત્યના માર્ગ ઉપર નિર્ભય થઈ પ્રવાસ કરે છે અને સ્વતંત્રતા, પૂર્ણતા કે મોક્ષ પ્રાપ્ત કરે છે. તેઓ સત્ ચિત આનંદ બ્રહ્મમાં કે પોતાના જ સ્વરૂપમાં જ સ્થિર રહે છે. આ જ માનવજીવનનું સાચું ધ્યેય અને પરમ ઉદ્દેશ્ય છે. આ જ અંતિમ લક્ષ્ય છે. આત્મસાક્ષાત્કારને માટે પ્રયત્ન કરવો એ જ મનુષ્યનું પરમ કર્તવ્ય છે.
પ્રતિભાવો