જીવન યુદ્ધમાં વિજયી હો, યુગ ઋષિની અમર વાણી

જીવન યુદ્ધમાં વિજયી હો :

પોતાના આદર્શ અને લક્ષ્ય સુધી પહોંચવા માટે કરવું પડતું યુદ્ધ જ જિંદગી છે. આ યુદ્ધમાં વિજય મેળવવો જ જીવન છે. અનેક પ્રકારની જાગૃતિઓને જ જીવન કહે છે. મન અને ઈન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરો, આ જ તમારા ખરા શત્રુ છે. પોતાની બ્રાહ્ય અને આંતરિક પ્રકૃતિ ઉપર વિજય પ્રાપ્ત કરો. આપણી જૂની ખરાબ આદતો તથા કુવિચારો અને કુસંસ્કારો, કુવ્યસનોને અવશ્ય જીતવા પડશે.

આ રાક્ષસી શક્તિઓ સાથે યુદ્ધ કરવું પડશે, વિજય પ્રાપ્ત કરવો પડશે. અધ:પતનની તરફ લઈ જતી વાસનાઓ ઉપર સંપૂર્ણ નિયંત્રણ રાખવું પડશે. તમારો જન્મ જ આત્મસાક્ષાત્કાર કરવા માટે થયો છે. ફળની ઈચ્છાવાળાં કાર્યો દ્વારા પોતાના મન અને બુદ્ધિને શુદ્ધ કરો. ઈન્દ્રિયોને અંકુશમાં રાખી પોતાના સ્વરૂપમાં જ સ્થિર બનો.

જીવન-યુદ્ધમાં તમને દરરોજ આઘાત લાગે છે. જ્યારે નુકસાન થાય છે, ત્યારે જ મન આધ્યાત્મિક માર્ગ તરફ ઢળે છે અને ત્યારે સાંસારિક કાર્યો પ્રત્યે ધ્યાન ન રહેતા અનિચ્છા થાય છે. આ સાંસારિક માયાથી ઉદ્ધાર પામવાથી ઉત્કંઠા જાગૃત થાય છે. એટલાં માટે જ ઊંડી ધારણા અને ધ્યાનમાં લાગી જાઓ.


About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: