પરિસ્થિતિઓના નિર્માણ સ્વયં આપણે, યુગ ઋષિની અમર વાણી
September 18, 2008 Leave a comment
પરિસ્થિતિઓના નિર્માણ સ્વયં આપણે :
જો આજે પણ તને ખરાબ પરિસ્થિતિઓ અને વાતાવરણમાં બંધાયેલા છો, તો નિરાશ ન થાવ, તમારા ભાગ્યને દોષ ન દો, આ પરિસ્થિતિને માટે કોઈ બીજાને દોષી ન ગણો, ફક્ત તમારો દ્રષ્ટિકોણ બદલી નાખો અવગુણનું કારણ તો તમારામાં જ હયાત છે. એને સમજી લઈ પોતાની જાતને આનંદપૂર્વક ઘટનાસ્થળ ઉપર ઘટનાની સામે આવવા દો. આ ઘટના તમારી પોતા દ્વારા જ નિર્માઈ છે. તેને તમે પોતે તાત્કાલિક દૂર કરી શકો છો. જો તમે તમારો દ્રષ્ટિકોણ બદલો તો કાયમ ઉત્તમ વિચારોમાં જ રત રહો.
તમારી આંતરિક સ્થિતિને સુધારવાનો દ્રઢ સંકલ્પ કરી લો તો બાહ્ય જીવનમાં પણ તે દશા સફળતાપૂર્વક પ્રાપ્ત કરી શકો છો જેના માટે તમે ચિંતિત રહો છો.
જો આપણે ક્રોધ, ચિંતા, ઈર્ષ્યા, લોભ વગેરે અનુચિત માનસિક દોષોના શિકાર હોવા છતાં આબાદીવાળા સ્વસ્થ જીવનની કલ્પના કરીએ તો આપણે અસંભવ વાતનું સ્વપ્ન જોઈ રહ્યા છીએ. જો આપણે ખરેખર આપણા જીવનને સુખી અને આબાદ જોવા ઇચ્છતા હોઈએ તો ક્રોધ, ચિંતા, ઈર્ષ્યા તથા વિચારોને ઓછા કરી હટાવવાનો પ્રયત્ન કરવો પડશે.
પ્રતિભાવો