માનસિક ચિંતાઓ, યુગ ઋષિની અમર વાણી
October 1, 2008 Leave a comment
માનસિક ચિંતાઓ :
આનો જન્મ ઘણા વિચાર કરવાથી થાય છે. કેટલીક વ્યક્તિઓ એટલાં સંવેદનશીલ હોય છે કે તે નાનો સરખો માનસિક આઘાત પણ સહન કરી શકતા નથી. ટીકા, ટિપ્પણ, મશ્કરી, આલોચના અથવા પોતાના માટે થતી વાતો સાંભળીને ઉશ્કેરાઈ જાય છે. કોઈ વળી દિવસ રાત નિરાશાના તાણાવાણા ગૂંથયા કરે છે. ક્યાંક અસફળતા મળી તો તેને માટે ચિંતા કર્યા કરે છે. ભવિષ્યમાં શું થશે? અમારી નોકરી રહેશે કે છૂટી જશે? બાળકોનું ભણતર કેવું ચાલશે? છોકરીઓનાં લગ્ન કેવી રીતે થશે? બજારમાં વસ્તુઓ મોંઘી છે, તો પરિપૂર્તિ કેવી રીતે થશે? આ ચિંતાઓથી ગ્રસ્ત રહેવાવાળા વ્યક્તિએ જાણવું જોઈએ કે પરમેશ્વરના હાથ એટલાં લાંબા છે કે તે આ બધાં કાર્યોને પૂરા કરવાના જરૂરી ઉપાયો શોધી કાઢશે.
આપણે અસફળતા, નિરાશા, કમજોરીનો અનુભવ કરવો ન જોઈએ. ભવિષ્ય ઉજ્જ્વળ છે. ત્યાં સુધીમાં આપણી શક્તિઓ પણ એટલી બધી વધી જશે કે આપણે સૌ તે વધેલી જવાબદારીઓને પૂરી કરી શકીશું. જો આપણી જવાબદારીઓ વધતી જશે તો સાથે સાથે આપણી શક્તિઓ, યોગ્યતા, જમા ધનરાશિ, સમાજમાં માનપાન પણ વધતું રહેશે. આપણી માનસિક બૌદ્ધિક સંપદાઓ પણ નિરંતર વધવા લાગશે. આપણા મિત્રો, સગાંસંબંધીઓ પણ આપણી સહાયતા કરવા તૈયાર છે. એટલાં માટે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. ફિકર શાની કરવી, આવવાવાળો સમય આપણા માટે ઉજ્જ્વળ હશે.
આપણાં બાળકો મોટાં થઈને એ સ્થિતિમાં પહોંચી જશે કે આપણું ભરણ પોષણ કરી શકશે. ચિંતા ન કરો, ઠંડા દિલથી પ્રત્યેક મુશ્કેલીઓ પ્રત્યે વિચારો. સમસ્યાઓને હલ કરવાનો કોઈ રસ્તો શોધો. શ્રમ કરો, ચિંતા કરવાથી શું મળશે? જો તમે પોતે વિચારી નથી શકતા તો મિત્રોની, પત્નીની, અધ્યાપકની અથવા પછી કોઈ વિશેષજ્ઞની સલાહ લો. બીજાને તમારી મુશ્કેલી ઉકેલવાનો અવસર આપો.
કોઈ એવી વિકટ સ્થિતિ નથી હોતી કે જેને ઉકેલી ન શકાય. થોડો જ વિચાર કરવાથી કોઈને કોઈ ઉપાય જરૂર મળી આવશે જેનાથી પરિસ્થિતિને સંભાળી શકાય.
પ્રતિભાવો