પરિવર્તન જ જીવન, યુગ ઋષિની અમર વાણી
October 1, 2008 Leave a comment
પરિવર્તન જ જીવન :
જીવનમાં દરરોજ બે રંગવાળી ઘટનાઓ બનતી રહે છે. આજે લાભ છે તો કાલે નુકસાન.
આજે બળવાન તો કાલે બીમાર, આજે સફળતા તો કાલે અસફળતા. દિવસ રાતના ચક્ર જેવું જ સુખદુ:ખનું, આબાદ-બરબાદી, ચડતી-પડતીનાં ચક્રો ઘૂમતાં જ રહે છે. તે તો શક્ય જ નથી કે કાયમ માટે એક જ સ્થિતિ રહે. નિર્માણ પામ્યું છે તે નાશ પામવાનું છે, જે બગડેલું છે તે સુધારવાનું છે. શ્વાસોનું આવવું જવું જ જીવન છે. શ્વાસ ચાલતો બંધ થઈ જાય તો જીવન પણ પૂરું થઈ જશે.
કાયમ એક જ પરિસ્થિતિ રહે, પરિવર્તન બંધ થઈ જાય તો સંસારનો ખેલ જ પૂરો થઈ જશે. એકના લાભમાં બીજાને નુકશાન અને એકના નુકશાનમાં બીજાને લાભ. એક શરીરનું મૃત્યુ જ બીજા શરીરનો જન્મ છે.
આ ખારું અને ગળ્યું, નુકશાન અને લાભ આ બંને પ્રકારના સ્વાદ ઈશ્વર દ્વારા એટલાં માટે બનાવવામાં આવ્યા છે, જેથી મનુષ્યને બંનેના અંતર અને મહત્વ સમજ પડે.
પ્રતિભાવો