વિનાશી શરીર દ્વારા અવિનાશી ભગવાનની પ્રાપ્તિ, યુગ ઋષિની અમર વાણી
October 1, 2008 1 Comment
વિનાશી શરીર દ્વારા અવિનાશી ભગવાનની પ્રાપ્તિ :
જીવનનો ઉદ્દેશ્ય રૂપિયા પૈસા પેદા કરવાનો નથી. ઘાંચીના બળદની જેમ દિવસ રાત રૂપિયા પૈસા ભેગાં કરવામાં લાગ્યા રહેવું, જીવનનું અંતિમ લક્ષ્ય નથી. જેના માટે તમે આટલો પરિશ્રમ કરો છો એ ચીજો તો સૂવર અને કૂતરાની યોનિમાં પણ મળે છે. તવંગરના કૂતરા પણ મોટરોમાં મહાલતા હોય છે. દૂધ જલેબી ખાતા હોય છે. પોતાની કૂતરી સાથે તે કામનાની સિદ્ધિનો આનંદ પણ મેળવે છે પરંતુ તેને સાચું સુખ પ્રાપ્ત થતું નથી.
સાચું સુખ તો ભગવાનની પ્રાપ્તિમાં જ છે. આ સંસારી સુખ તો ઇચ્છા ન કરવા છતાં પણ મળી જશે કારણ કે તે તો નસીબ પર નિર્ભર છે. તમે તમારા પરિશ્રમ વડે પેટને પોષો છો. લખપતિ, કરોડપતિ થવું તે તો નસીબનો ખેલ છે, જેમ કોઈ દુ:ખની ઇચ્છા નથી કરતું.
કોણ ઇચ્છે છે કે તે બીમાર પડે ? પોતાના ઘરની વ્યક્તિનું મૃત્યુ થાય? વેપારી નથી ઇચ્છતો કે તેને નુકશાન થાય. પરંતુ ઇચ્છા ન કરવા છતાં રોગ, શોક, નુકસાની વગેરે આવે છે, ઇચ્છા ન કરવા છતાં આ વસ્તુઓ નસીબ પ્રમાણે મળે છે.
તે જ રીતે સંસારના ભોગો પણ મળશે. તેની જ પ્રાપ્તિ માટે રાતદિવસ મચી પડવું, આને પુરુષાર્થ ન કહેવાય. અરે, પુરુષાર્થ તો એ છે કે આ નશ્વર શરીર દ્વારા શાશ્વત ભગવાનને પ્રાપ્ત કરી લઈએ. આ વિનાશી શરીર દ્વારા અવિનાશી ભગવાનની પ્રાપ્તિ કરીએ.
નેટ સારા વકયો આજ પહેલી વાર જોવા મળયા
LikeLike