આસ્તિકતા અને નાસ્તિકતા, યુગ ઋષિની અમર વાણી
October 2, 2008 Leave a comment
આસ્તિકતા અને નાસ્તિકતા :
અખૂટ સંપત્તિ અને સુખસાધન હોવા છતાં પણ મનુષ્ય જ્યાં સુધી જીવન લક્ષ્યને ઓળખી શકશે નહીં અને પોતાની દિશા, જીવન ઉદ્દેશ્યની પૂર્તિને માટે નિર્ધારિત કરશે નહીં. ત્યાં સુધી સુખી રહી નહીં શકે.
હવાની સાથે ઉડતા પાનની જેમ જ્યાં પરિસ્થિતિ લઈ જાય ત્યાં જઈ પહોંચવું અપરિપક્વતાની નિશાની છે. ક્યાં ચાલવું અને શું કરવું? શું? બનવું જોઈએ અને શું મેળવવું જોઈએ? આ પ્રશ્નોના જવાબ આપમેળે ચેતનાથી, દૂરદર્શી, વિવેકબુદ્ધિની સાથે મેળવવા જોઈએ. લોકો શું કરે છે અને શું કહે છે તેના આધાર ઉપર આંધળુકિયા કરતા રહી ગયા તો સમજી લેવું જોઈએ કે સર્વસુલભ અવસર મળ્યો હોવા છતાં પ્રાપ્ત થયેલ તક ગુમાવવાની સ્થિતિ ઊભી કરવામાં આવી રહી છે.
સન્માર્ગ ઉપર ચાલીને જ સુખદ પરિણામ મળી શકે છે. સદ્દબુદ્ધિની મદદ વડે જ આંતરિક સંતોષ અને આનંદ મળી શકે છે. આ અવસ્થાનું નામ જ આસ્તિકતા છે. નાસ્તિકતા એ અવિશ્વાસનું નામે છે જેમાં દુષ્ટ પ્રવૃત્તિઓની નીતિરીતિ અપનાવીને પણ તેનાં દુ:ખદ પરિણામથી બચી શકાય છે. સ્વતંત્ર ચેતનાની પ્રશંસા એ વાતમાં છે કે તે દેવપથને જ પસંદ કરો અને મહાન બનવાની આકાંક્ષા જાગૃત કરીને આત્મવાદી રીતિનીતિ અપનાવવા માટે સાહસપૂર્વક આગળ વધે. છેલ્લે અંતમાં આ જ નિર્ણય સર્વોપરી બુદ્ધિમત્તાનું ચિન્હ સિદ્ધ થાય છે કે, જેણે દેવમાર્ગ પકડ્યો એણે જીવન લક્ષ્યની પૂર્તિની સાથે જોડાયેલા અજસ્ત્ર આનંદનો લાભ લીધો છે.
ઉપાસનાત્મક ઉપચારોને સાધન કહેવામાં આવે છે, સાધ્ય નહીં. આત્મોત્કર્ષ સાધ્ય છે અને તેના માટે ચિંતન તથા કર્તવ્યમાં પ્રખર પરિષ્કૃત દ્રષ્ટિકોણનો સમાવેશ. જીવનલક્ષ આનું જ બીજું નામ છે. સ્વર્ગ મુક્તિ આનું જ પ્રતિકૂળ છે. આત્મસાક્ષાત્કાર તથા ઈશ્વરદર્શન આ જ મન:સ્થિતિનું નામ છે.
જો અંતરંગ અને બહિરંગ વ્યક્તિત્વને ઉત્કૃષ્ટતાની રિતિનીતિની સાથે જોડી ન શકાય તો સમજવું જોઈએ કે ભજન પૂજનની બધી જ ક્રિયા વિધિઓ, બાળક્રીડા જેવી નિરર્થક અને ઉપહાસ પ્રેરક સિદ્ધ થશે.
પ્રતિભાવો