આનંદને અંદર શોધો, યુગ ઋષિની અમર વાણી
October 2, 2008 Leave a comment
આનંદને અંદર શોધો :
સમાજમાં એવા મનુષ્યોની ખોટ નથી કે જેની સામે વૈભવનો સંપૂર્ણ વિલાસ નાચી રહ્યો છે. દરેક પ્રકારની સુવિધાઓ તેમના માટે ઉપલબ્ધ છે. મોટરો છે, બંગલા છે, નોકરો છે, યશ છે, આખું કુટુંબ ભર્યું ભર્યું છે. સારો વેપાર અથવા જમીનજાગીર છે, ધનની કોઈ ચિંતા નથી. કાલે શું થશે તે ચિંતાનો અનુભવ તેમણે સ્વપ્નમાં પણ કર્યો નથી. છતાં પણ જીવન અતૃપ્ત અને અશાંત છે. વૈભવના ભાર તળે તેઓ એવા દબાઈ ગયા છે કે દિવસે દિવસે જીંદગી અચેતન થતી જાય છે.
જીવનનું સુખ, ધન અને વૈભવની લાલસામાં અને તેમાંથી ઉત્પન્ન થયેલા નાનાં મોટા પ્રલોભનોમાં ડૂબી ગયું છે. બધું જ છે પરંતુ કોને ખબર શું નથી કે જેના લીધે બધું જ ફિક્કું અને બેસ્વાદ થઈ ગયું છે. રાતદિવસ એક નશામાં ભૂલો પડેલો આત્મા જીવનયાત્રા પૂરી કરી રહ્યો છે. સુખ નથી, નથી શાંતિ તૃપ્તિ નથી કે નથી આનંદ.
એ સ્પષ્ટ છે કે મનુષ્યનો આનંદ એની પોતાની વસ્તુ છે અને પોતાની અંદર રહેલો છે. એને શોધવા માટે ક્યાંય દૂર નથી જવાનું અને આ ધન થી કે સુખના નામ પર બજારમાં મળતી જરૂરિયાત પર નિર્ભર કરતું નથી. આ ઇચ્છાઓને નિર્બાધ છોડી દેવાથી ન કશું મળ્યું કે ન મળશે, કારણ કે જ્યાં શાંતિ અને તૃપ્તિ નથી ત્યાં સુખ અને આનંદ પણ નથી. એટલાં માટે તમે જો સુખ ઇચ્છો છો તો પહેલી વાત એ કે જ્યાં તે છે ત્યાં તે જગ્યાએ તેને જોવા અને મેળવવા પ્રત્યે ધ્યાન દો. આજે સુખની છાયા છે અને જેને તમે રૂપિયાથી ખરીદવા ઇચ્છો છો તેને ભૂલી જાવ. આનંદનો સોદો રૂપિયાથી નથી થતો. અહીંયાં તો દિલના સિક્કા ચાલે છે. દિલ નિર્મળ, વિશુદ્ધ, સાચું હશે તો આનંદનો પ્રવાહ તમારા જીવનને ઓતપ્રોત કરી દેશે.
પ્રતિભાવો