અંત:પ્રેરણા જાગૃત કરો, યુગ ઋષિની અમર વાણી
October 2, 2008 Leave a comment
અંત:પ્રેરણા જાગૃત કરો :
જ્યારે મનુષ્યની ગુપ્ત પ્રેરણા જાગૃત થઈ જાય છે ત્યારે તેને અપૂર્વ બળ મળે છે. તેને એવું લાગે છે કે જાણે તે સૂતાં સૂતાં એકદમ જાગૃત થઈ ગયો છે, જેમ અંધકારમાં પ્રકાશનું કિરણ મળી આવ્યું. પ્રેરણા એક એવી વિધુત તરંગ છે જેના પ્રવેશ માત્રથી સમગ્ર શરીર ચેતનવંતુ બની જાય છે. મનુષ્યની શક્તિઓ બે થી ચાર ગણી થઈ જાય છે. જેવી રીતે નદીમાં પૂર આવતાં તે કિનારાઓને તોડતી ફોડતી પોતાનો રસ્તો સાફ કરતી અત્યંત વેગથી આગળ વધતી જાય છે તે જ રીતે પ્રેરણા મેળવ્યા પછી મનુષ્ય શું નો શું થઈ જાય છે. તેની દિવ્ય ધારાઓથી મુશ્કેલીઓ છૂમંતર થઈ જાય છે તથા તેની પ્રગતિ ઘણા અત્યંત વેગથી થવા લાગે છે.
જો તમે મહાપુરુષોના મનનું વિશ્ર્લેષણ કરો તો તમને જાણવાનું મળશે કે પ્રાય: દરેકના જીવનમાં એક ક્ષણ એવી આવી કે તેમને કોઈને કોઈ પ્રકારની પ્રેરણા પ્રાપ્ત થઈ.
આ દિવ્ય જ્યોતિના નિર્દેશન દ્વારા તેઓને પોતાના ઉદ્દેશ્યનું જ્ઞાન થયું તથા તેઓ નિર્ધારિત માર્ગ ઉપર અગ્રેસર થતા ગયા.
પ્રેરણા ઈશ્વરીય શક્તિ છે, જે સાત્વિક પ્રકૃતિના મહાપુરુષોને પોતાનાં જીવન કાર્યો કરવાનો આદેશ આપે છે.આધુનિક મનોવૈજ્ઞાનિક પ્રેરણાને ઈશ્વરીય તત્વ નથી મનાતું. ઈશ્વર પોતાની જાતે આપણને કોઈ વિશેષ કાર્ય કરવાનું કહેતા હોય તેવી વાત નથી.
પ્રેરિત વ્યક્તિની મનોદશા જોતાં કેટલાય રહસ્યો મળે છે. સર્વ પ્રથમ તો એક નિશ્ચિત ઉદ્દેશ્યની પ્રતીતિ થાય છે. પ્રેરણા કોઈ ખાસ દિશામાં હોય છે. બીજું રહસ્ય છે અસાધારણ મનોબળ, પ્રેરિત વ્યક્તિ પરમેશ્વરના સિવાય અન્ય કોઈથી પણ નથી ડરતો. તેના શરીરમાં અધિક બળ નથી હોતું પરંતુ તેનામાં દ્રઢ નિશ્ચય, તીવ્ર ઇચ્છા તથા મજબૂત પ્રયત્નનું બળ હોય છે. એ તુચ્છ વિઘ્નો દ્વારા મહાન સાહસિક કાર્યોની પૂર્તિને માટે આગળને આગળ વધે છે મનોબળ તેમની શક્તિઓને પૂર્ણ કરે છે અને તેની અંત:દ્રષ્ટિ તીવ્ર બને છે. ત્રીજું રહસ્ય છે અપૂર્વ આત્મશ્રદ્ધા. તેને પૂરો વિશ્વાસ હોય છે કે પરમેશ્વરને સેના મારી સાથે છે. હું ચોક્કસ માર્ગ ઉપર છું. મારામાં કાર્ય પૂરું કરવાની પૂરી યોગ્યતા છે. હું જ મારા ઉદ્દેશ્યમાં સફળ થઈ શકીશ. આત્મશ્રદ્ધા દરેક પ્રકારની સફળતાઓનું મૂળ છે. જીવનનાં દરેક ક્ષેત્રમાં આનાથી અદ્દભૂત પ્રકાશ મળે છે. વિશિષ્ટ ઉદ્દેશ્ય, મનોબળ તથા આત્મશ્રદ્ધાથી જેને પ્રેરણા પ્રાપ્ત થઈ ગઈ છે સાચે જ તે વ્યક્તિ ધન્ય છે.
પ્રતિભાવો