સકારાત્મક ચિંતનથી જ્ઞાન મેળવો, યુગ ઋષિની અમર વાણી
October 2, 2008 Leave a comment
સકારાત્મક ચિંતનથી જ્ઞાન મેળવો :
સંસારમાં એવું કોઈ કાર્ય નથી જે તમે પૂર્ણ ન કરી શકતા હો. જે કાર્ય, જે સફલતાઓ, જે આશ્ચર્યજનક પરિણામો એક વ્યક્તિ પ્રાપ્ત કરી શકતો હોય તે સૌના જેવી સામર્થ્યતા તમારામાં પણ રહેલી છે. જે પ્રતિભા, જે બુદ્ધિ, સામર્થ્ય એક વ્યક્તિની પાસે છે તે જ તમારામાં એક બીજ રૂપમાં મોજૂદ છે. તમે જે ઇચ્છશો તે જ કરશો. તમે જે માંગશો તે જ પ્રાપ્ત કરી શકશો.
જો તમે સુખ સમૃદ્ધિની માંગણી કરશો તો તમને સુખ પ્રાપ્ત થશે જ. જો મુક્તિની ઇચ્છા રાખશો તો મુક્તિ મળશે. સંસાર તો કલ્પવૃક્ષ છે તેની પાસેથી તમે જેની ઇચ્છા રાખશો તે તેનું જ પ્રદાન કરશે. તમે વૈભવના માટે તેની સામે હાથ ફેલાવશો તો તમારા માટે રત્નાકર, વસુન્ધરા અને હિમાલયનાં મુકતામણિ ખોલી દેશે. તમે આનંદ પ્રાપ્તિને માટે પ્રાર્થના કરશો તો તમારા માટે સ્વર્ગ તૈયાર થઈ જશે. જે તેને હર્યાભર્યા રમતના સ્થાન તરીકે જોવાની આદતવાળા છે તેમના માટે નિત્ય શાશ્વત અને આનંદધામ બની જશે.
ફકત એકાગ્રચિત્ત થઈ ઉત્તમ અને ઉચ્ચ વિચારોને કાર્ય રૂપમાં પ્રગટ કરવાનું શીખી લો. આ તમારી સૌથી ઉત્કૃષ્ટ શક્તિ છે. એને ઇચ્છિત કાર્યોમાં લગાડવાથી અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થઈ શકે છે.
તમે આજથી અત્યારથી જ દ્રઢ સંકલ્પ કરો કે હું નકામી વિચારધારામાં લીન રહીશ નહીં. મારી કાર્યશક્તિ અનંત છે. મને પૂર્ણ અનુભવ થઈ ગયો છે કે મનુષ્ય જે કાર્ય કરે છે તેનું જ ફળ તે મેળવે છે. મારી પ્રગતિ કે અધોગતિ, માન કે અપમાન મારા કાર્ય ઉપર નિર્ભર છે. ઉત્તમ કાર્ય, ઉચિત કાર્ય અને નિરંતર સાધનાથી જોડાયેલા રહો. સારી ભાવના માટેના વિચારો જ ઉત્તમ જીવનનું નિર્માણ કરે છે.
પ્રતિભાવો