વિશ્વશાંતિનો માર્ગ, યુગ ઋષિની અમર વાણી
October 2, 2008 Leave a comment
વિશ્વશાંતિનો માર્ગ :
આજે પણ વિશ્વ આખું શાંતિ શાંતિની બૂમો પાડી રહ્યું છે. પરંતુ તેની કિંમત કેટલી? બાવળ ફૂટે અને કેરી ને માટે બૂમ પાડવી કેટલા અંશે વાજબી છે?
નથી સદાચાર, નથી જ્ઞાન કે તપ, નથી સાત્વિકતા કે નથી ધર્મ અને નથી કોઈ નિયમ વડે માત્ર પોતપોતાની વાહવાહ ગર્ભ રાગનો આલાપ.
આપણા દેશમાં મહાત્મા જેઓને અહર્નિશ ભગવાનનાં ચરણોમાં પોતાના જીવનને ન્યોછાવર કરી દીધું, તેઓ જ શાંતિના સાચા નેતા થયા અને થતા રહેશે, કારણ કે તેમણે શ્રીરામના આદર્શોને હ્રદયંગમ કર્યા અને તે જ પ્રમાણે પોતાના જીવનના દરેક કાર્યને અભિમંત્રિત કર્યું અને તેઓ શબ્દશઃ વિશ્વ શાંતિને માટે પોતાની ભેટ આપી શક્યા.
આજે પણ જો માનવ સમાજ વિપરીત પથનો ત્યાગ કરી તેમના આદર્શોની ચરણરજનું અનુસરણ કરે તો શાંતિની તો શું વાત કરીએ વિશ્વનું દુર્લભતામાં દુર્લભ કાર્ય પણ ક્ષણભરમાં પૂર્ણ થાય કારણ કે શાંતિ તો આપણી અંદર જ છે અને તેની શોધ બહાર કરવી એ અસફળતાનો પ્રથમ સંકેત છે. ત્યારે જે લોકો વિશ્વશાંતિના માટે બહારની તરફ દોડી રહ્યા છે તેઓને અસફળતા સિવાય બીજું કાંઈ મળવાનું નથી.
અમારું આશ્વાસન એ જ છે કે તે લોકો જો શ્રીરામની જેમ આચરણ કરવાનું શરૂ કરી દે અને તેમના જીવનના પ્રત્યેક આદર્શોનો સ્વીકાર કરે તો આપણો માનવ સમુદાય સમૃદ્ધ અને એકસૂત્રબદ્ધ થઈ શકશે અને એકાત્મ થઈ શકશે.
પ્રતિભાવો