ઉત્તમ પુસ્તકો જાગૃત દેવતા છે. :-
October 9, 2008 1 Comment
જ્ઞાન વધારવાઅ માટે, જ્ઞાનની ઉપાસના માટે પુસ્તકોનું વાંચના એ એક મહત્વનો આધાર છે. માનવ જાતીએ મેળવેલું બધું જ જ્ઞાન પુસ્તકોમાં ભરેલું છે. જયારથી લખવા અને છાપવાની શરૂઆત થઈ ત્યારથી માનવ દ્વારા મેળવેલું જ્ઞાન લિપિબધ કરીને સંગ્રહ કરવામાં આવે છે, આથી ઉત્તમ પુસ્તકો વિકસેલા મગજનો આલેખ છે.
મિલ્ટન કહ્યું છે,” પુસ્તકોમાં આત્માનું જીવન રકત છે, કેમ કે, એમાં જીવનનો વિચાર સાર રહેલો છે. ગ્રથઓ સજીવ છે એટલે જ લિટને કહ્યું છે, “પુસ્તકોમાં આત્મા હોય છે. સંદગ્રંથોને કદી નાશ થતો નથી”
પ્રગતિશીલ જીવન માટે પુસ્તકોનો સાથ ઘણો જરૂરી છે, અનિવાર્ય છે,
કેમ કે પુસ્તકોઅ દ્વારા જ જીવનનું માર્ગદર્શન અને પ્રેરણા પ્રકાશ મળે છે. ખરેખર તો ભવસાગરમાં ડૂબતા ફસાએલા મનુષ્યઓ માટે પુસ્તકો એ પ્રકાશના સ્તંભો માફક મદદગાર બને છે કે જેવી રીતે સમુદ્રમાં સફર કરનાર જહાજોને માર્ગ દેખાડનાર દીવાદાંડી હોય છે.
સિસરોએ કહ્યું છે, “ગ્રંથ વગરનું ઘર આત્મા વગરના શરીર જેવું છે.” એટલે કે ઉત્તમ પુસ્તકોને અભાવે મનુષ્ય જ્ઞાનથી વંચિત રહે છે. જ્ઞાન વગરનું જીવન મડદા જેવું નકામું હોય છે. વ્યક્તિ રાત-દિવસ સારાં પુસ્તકોના
સંસર્ગ રાખે છે. એનામાં જ્ઞાનરૂપી પ્રકાશથી માનવીય ચેતના જગમગી ઊઠે છે. જ્ઞાનનો અભાવ એક પ્રકારનું મૃત્યું છે.
ઉત્તમ પુસ્તકો ઉચ્ચ વિચારો હોય છે. ઉત્તમ વિચાર, ઉચ્ચ ભાવનાઓ અને કલ્પનાઓ જ્યાં હોય છે, ત્યાં સ્વર્ગ છે. લોકમાન્ય તિલકે કહ્યું છે “હું નરકમાં પણ ઉત્તમ પુસ્તકોનું સ્વાગત કરીશ, કેમ કે તેમનામાં એવી શક્તિ છે કે તે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ ખડું થશે.” સ્વર્ગનું અસ્તિત્વ કોઈએ જોયું નથી. મનુષ્યની ઉચ્ચ માનસિક સ્થિતિ કે જે ઉત્તમ વિચારોનું ફળ છે, તે જ સ્વર્ગ છે. ઉત્તમ પુસ્તકોનું સાનિધ્ય મનુષ્યની બુદ્ધિને જ્યાં પ્રાપ્ત થાય છે ત્યાં એને સ્વર્ગની અનુભૂતિ થવા લાગે છે.
સાચો સ્વાર્થ રહિત આત્મીય મિત્ર મળવો મુશ્કેલ છે. આપણામાંથી ઘણાંને આ બાબતમાં નિરાશ પડે છે. છતાં સારાં પુસ્તકો સહેજે આપણાં મિત્ર બની શકે છે. તેઓ આપણને સાચો રસ્તો બતાવે છે, જીવનપંથ પર આગળ વધવામાં આપણને સાથ આપે છે. મહાત્મા ગાંધીએ કહ્યું છે, :સારાં પુસ્તકો આપણી પાસે હોય તો તે પરોપકારી મિત્રની ગરજ સારે છે. હું પુસ્તકોઅનો જેટલો અભ્યાસ કરું છું એટલાં જ તેમને મિત્રરૂપ બનીને મદદ કરે છે.
માનવ જીવન સંસારના અનેક પ્રકારના જ્ઞાનથી ભર્યું પડયું છે. માનવનું માનસ એટલા બધા વિચારોથી ભરપૂર છે કે ઘડીએ ઘડીએ નવા વિચારો પેદા કરી છે. એ બહુરૂપતાને પરિણામે મનુષ્યના આંતરિક અને બાહ્ય જીવનમાં અનેક સંઘર્ષ પેદા થાય છે. વિચારના સંગ્રામમાં પુસ્તકો જ મનુષ્ય માટે પ્રભાવશાળી હથિયાર સાબિત થાય છે. એક વ્યક્તિનું જ્ઞાન મર્યાદિત, એકાંકી હોઈ શકે છે, પરંતુ ઉત્તમ પુસ્તકોના સ્વાધ્યાયથી મનુષ્ય પોતાની શંકાઓનું સાચું સમાધાન શોધી શકે છે. ખાસ કરીને વિચારોના સંઘર્ષમાં પુસ્તકો જ મદદરૂપ સાબિત થાય છે.
પુસ્તકો મનને એકાગ્ર કરવા અને સંયમિત બનાવવા માટેનાં સરળ સાધન છે. અભ્યાસ કરતાં કરતાં મનુષ્ય જીવનની સમાધિની સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. એકવાર લોકમાન્ય તિલકનું ઓપરેશન થઈ રહ્યું હતું, એને માટે એમને કલોરોફોર્મ સુંઘાડીને બેભાન કરવાના હતાં, પરંતુ એને માટે તેમણે ડોકટરને ના પાડી અને કહ્યું, “મને એક ગીતાનું પુસ્તક લાવી આપો હું એને વાંચતો રહીશ અને તમે ઓપરેશન કરી નાંખજો. ગીતા લાવી આપવામાં આવી લોકમાન્ય એનો અભ્યાસ કરવામાં એવા તલ્લીન બની ગયા કે ડોકટરોએ ઓપરેશન કર્યું ત્યાં સુધી જરા પણ હાલ્યા પણ નહીં તેમજ તેમને જરાય દુ:ખ માલુમ પડ્યું નહીં. પુસ્તકો વાંચવામાં આવી એકાગ્રતા થાય છે, જે લાંબી યોગ સાધનાઓ દ્વારા પણ પ્રાપ્ત કરી શકાતી નથી.
યાદ રાખો કે પુસ્તકો જાગૃત દેવતા છે, એના અધ્યયન, ચિંતન, મનન દ્વારા, પૂજા કરીને તરત વરદાન મેળવી શકાયા છે. આથી આપણે નિયમિત સદ્દગ્રંથો વાંચતા રહેવું જોઈએ. ઉત્તમ પુસ્તકોઅનાં સ્વાધ્યાયને જીવનનું જરૂરી અંગ બનાવવું જોઈએ.
We also have a temple with same name in Chicago,
Gayatri Gyan Mandir under auspices of All World Gayatri Pariwar, Shantikunj, Haridwar.
Please visit : http://www.gayatrigyanmandir.org Bina
LikeLike