૧. પરિવર્તનની સચ્ચાઈ, આત્મનિર્ણયની દિશા
October 12, 2008 Leave a comment
પરિવર્તન અનાયસે જ એની મેળે થઈ જવાનું નથી.
જાદુઈ લાકડી ફેરવીને કોઈ સંત, દેવદૂત કે અવતાર આ બધું નહિ કરી જાય. તેને માટે કરોડો લોકોએ કઠોર પ્રયત્નો કરવા પડશે અને દરેક જાગૃત આત્માએ મુશ્કેલીઓની સામે ઝઝુમવા માટે રીંછ, વાનરોની જેમ સાહસિક બનવું પડશે. આ મહાઅભિયાનનું નેતૃત્વ લેવા માટે મહાન ભાગ્યશાળીઓની આજે અત્યંત આવશ્યકતા છે કે જેઓ ઈશ્વરીય ઈચ્છા, યુગની આવશ્યકતા અને વિશ્વનાં સુખશાંતિને માટે પોતાના તુચ્છ સ્વાર્થોનું બલિદાન આપીને નવનિર્માણની ઐતિહાસિક ભૂમિકા નિભાવીને પોતાને ધન્ય બનાવી શકે.
પ્રતિભાવો