આનંદની શોધ
October 13, 2008 Leave a comment
આનંદની શોધ
આનંદની શોધમાં ભટકતો માણસ દરવાજે ઠોકરો ખાય છે. ખૂબ પૈસા ભેગા કરે, સ્વાસ્થ્ય સારું રહે, સ્વાદિષ્ટ ભોજન કરે, સુંદર વસ્ત્રો પહેરે, સારું મકાન અને વાહન હોય, નોકર ચાકર હોય, પુત્ર- પુત્રીઓ, સ્વજનોથી ઘર ભરાયેલું હોય, ઉચ્ચ પદ મળે, સમાજમાં પ્રતિષ્ઠા હોય, કીર્તિ હોય આ બધી વસ્તુઓ માણસ ઈચ્છે છે અને મેળવે છે. જેને આ વસ્તુઓ મળતી નથી તે મેળવવાનો પ્રયત્ન કરે છે. જેની પાસે છે તે વધારે પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે.
આ બધામાં આનંદની શોધ કરતાં કરતાં ઘણો સમય વીતી ગયો, પરંતુ રાજહંસને ઝાકળ જ મળ્યું. મોતીની શોધ જ ના કરી.માનસરોવર તરફ તો મુખ પણ ના કર્યું. લાંબું ઉડ્ડયન કરવાની તો હિંમત જ ના ચાલી. મને કહ્યુ, જરા આને વધારે જોઈ લઊં.આંખોથી ન દેખાતા માનસરોવરમાં મોતિ જ મળશે એની શું ખાતરી? ફકત ઝાકળ ચાટીને ઊડી ગયો. બસ, આ જ ચક્કર ચાલતું રહે છે. તમે એમાં શોધ્યું, કંઈક મળ્યું પણ ખરું, પરંતુ તે ઝાકળનાં બિંદુઓ નીકળ્યાં. તે બીજી જ ક્ષણે જમીન પર પડી ગયાં અને માટીમાં ચુસાઈ ગયાં.
આ નષ્ટ થવાની શંકા વધારે ભેગું કરવા માટે પ્રેરિત કરે છે, એમ છતાં નાશવંત ચીજોનો નાશ તો થઈને જ રહે છે.
અખંડજ્યોતિ, માર્ચ-૧૯૪૦ પેજ- 3
પ્રતિભાવો