૨. પરિવર્તન અંદરથી થાય, આત્મનિર્ણયની દિશા
October 13, 2008 Leave a comment
અત્યારે વિલાસ, સંગ્રહ અને અહંકારની લાલસા દરેક વ્યક્તિ પર ઉન્માદી આવેશની જેમ છવાઈ ગઈ છે. વાસના, તૃષ્ણા વિના બીજું કંઈ જ દેખાતું જ નથી. સંકુચિત સ્વાર્થ અને અહંકારને માટે દરેક જણ ગમે તે કરવા તૈયાર છે. જાણે ઔચિત્ય અને વિવેકને તો તિલાંજલિ જ આપી દીધી છે. આ ઢાંચો જ્યાં સુધી ચિંતન અન્દ વ્યવહારમાં આ રીતે ચાલું રહેશે ત્યાં સુધી બધે વ્યાપેલા દુ:ખથી છુટકારો મેળવવો અઘરો છે. આંતરિક પરિવર્તન થઈ શકે તો બહારની પરિસ્થિતિઓ બદલાઈ જવામાં બિલકુલ બહુ વાર નહિ લાગે.
પ્રતિભાવો