૩. આંતરિક મહાભારતને જીતો, આત્મનિર્ણયની દિશા
October 16, 2008 Leave a comment
આંતરિક મહાભારતને જીતો :
જેના જીવનમાં લોભ, મોહ, અહંકાર, અપવ્યય, આળસ, ક્ટુવાણી, શિસ્તનું ઉલ્લંઘન જેવી અનેક બુરાઈઓ ઘૂસી ગઈ છે, એના કારણે એની પ્રગતિનો માર્ગ રોકાઈ જાય છે. તેથી આત્મસુધાર માટે આપણા પૂર્વગ્રહો સાથે પણ સંઘર્ષ કરવાની જરૂર છે. બધી શક્તિ સ્વાર્થ સાધવામાં જ ખર્ચી નાખવી, લોકમંગલ માટે સમયદાન અને અંશદાન આપવાના કર્તવ્યપાલનમાં બહાનાં બતાવતા રહેવું એ પણ કમનસીબી છે. તેને ગમે તે ભોગે પણ દૂર કરવી જોઈએ. પૂરેપૂરી શક્તિથી લડતા અર્જુનની જેમ આપણે પણ આંતરિક મહાભારતને જીતવા માટે કમર કસવી જોઈએ.
પ્રતિભાવો