૯. આખરે આ પડકારને કોણ સ્વીકારે, આત્મનિર્ણયની દિશા
October 24, 2008 Leave a comment
આખરે આ પડકારને કોણ સ્વીકારે.
એક કથા પ્રચલિત છે કે બિલાડીથી બચવા માટે ઉંદરોએ તેના ગળામાં ઘંટડી બાંધવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ જયારે આ કાર્ય કરવાની જવાબદારી ઉઠાવવાનો પ્રશ્ન આવ્યો તો કોઈ ઉંદર તે માટે તૈયાર ન થયો. આપણી પણ આ જ દશા છે. મૂઢતાથી ગ્રસિત લોકોની હા માં હા મેળવીને સસ્તી વાહવાહ તથા લોકપ્રિયતા મેળવવા ઈચ્છિએ છીએ, તો પછી નવનિર્માણના સુધારાત્મક અભિયાનને ગતિશીલ બનાવવામાં ઊભા થતા વિરોધ અને તિરસ્કારને સહન કરવા માટે કોણ આગળ આવે? તે માટે તો પ્રખર મનોબળ અને પ્રચંડ સાહસની જરૂર પડે છે. સુધારકનુ મુખ્ય કામ જનમાનસનો સુધાર કરવાનું છે. પ્રચલિત વિકૃતિઓ, રૂઢિઓ અને દુષ્પ્રવૃત્તિઓનો વિરોધ કરવાનો છે. જે લોકો આ કામ હાથમાં લેશે તેમને સ્વાભાવિક રીતે પરંપરાવાદીઓનો વિરોધ સહેવો પડશે. આ સહન કરવાનું સાહસ તે વ્યક્તિથી નહિ થાય કે જેણે માત્ર યશ અને માન મેળવવા માટે જ સાર્વજનિક જીવનમાં પ્રવેશ કર્યો છે.
પ્રતિભાવો