૮. બીજાને ઉપદેશ આપવામાં જ કુશળ ન બનીએ, આત્મનિર્ણયની દિશા
October 24, 2008 Leave a comment
બીજાને ઉપદેશ આપવામાં જ કુશળ ન બનીએ.
આજે આદર્શવાદિતાની મોટી મોટી વારો કરનારા બીજાને ઉપદેશ આપવામાં જ ઘણા કુશળ છે, પરંતુ પોતાનું ઉદાહરણ રજૂ કરી શકે એવા નિષ્ઠાવાન લોકો જોવા નથી મળતા. તેના લીધે ઉપદેશ આપવામાં કરેલો શ્રમ વ્યર્થ જાય છે અને સુધારની ઈચ્છિત આવશ્યકતા પૂર્ણ થઈ શકતી નથી. આ અભાવની પૂર્તિ માટે જો આપણે લોકો સાહસ કરી શકીએ તો સુધારના ક્ષેત્રમાં એક નવા ઉપચારની પરંપરા શરૂ કરી શકાય.
પ્રતિભાવો