૧૧. દેવત્વને સમજો, સાચા આસ્તિક બનીએ
October 30, 2008 Leave a comment
દેવત્વને સમજો
આજનાં સમગ્ર પૂજાપાઠ એ ધરીની આસપાસ થઈ રહ્યાં છે કે ઈશ્વર એક વ્યક્તિ છે અને વ્યક્તિની બધી જ દુર્બળતાઓ તેનામાં હયાત છે. વ્યક્તિની બધી જ કમજોરીઓ તેનામાં રહેલી હોવાને કારણે ભક્તિ નામની ચીલાચાલુ પદ્ધતિ દ્વારા માણસ પોતાનું કામ કઢાવી લેવામાં સફળ થઈ શકે છે. આ બાળમાન્યતા ઘણી જૂની થઈ ગઈ અને તેની નિરર્થકતાને દરેક કસોટીથી ઓળખી લેવામાં આવી છે. હવે એવી ભક્તિભાવનાનો ઉદય કરવાન્ઓ છે, જે ભાવશક્તિના રૂપમાં વિશ્વવ્યાપી પરમાત્માને શ્રેષ્ઠ કર્તવ્યો અને શ્રેષ્ઠ ભાવનાઓ દ્વારા પ્રભાવિત કરી શકે અને આકર્ષી શકે. દરેક મનને ભગવાનનું મંદિર માનીને શ્રેષ્ઠ આદર્શોને દેવપ્રતિમાના રૂપમાં સ્થાપિત કરવા જોઈએ.
સદ્દજ્ઞાન, સદ્દભાવ અને સદ્દકર્મના પુષ્પો દ્વારા જ ભગવાનનો સાચો શૃંગાર કરી શકાય છે
પ્રતિભાવો