૧૬. નાસ્તિકતા અર્થાત્ કાયરતા, સાચા આસ્તિક બનીએ
November 2, 2008 Leave a comment
નાસ્તિકતા અર્થાત્ કાયરતા
અસત્ય અને અનૌચિત્યનો વિરોધ કરીને કોણ ઝંઝટમાં પડે, એમ માનીને જે માણસ તેમને સ્વીકારે છે તે હકીકતમાં નાસ્તિક છે. તેને ઈશ્વર પર વિશ્વાસ હોત તો દુષ્ટતા સામે લડવામાં સહાયક બનનારા ભગવાન, અર્જુનનો રથ હાંકનારા ગીતાનાયક કૃષ્ણની યાદ જરૂર આવત. મરવાથી પણ તે ન ડરત અને જે યોગ્ય હોય તે કરવામાં અને અનૌચિત્યનો અસ્વીકાર કરવામાં જરૂર તત્પરતા પ્રગટ કરત. ડરપોક માણસ પાક્કો નાસ્તિક અને અધર્મી છે. કાયરતા જ બધાં પાપોની જનની છે.
ડરપોક જ દુષ્ટ બની શકે છે. નિર્ભયતા જેણે સ્વીકારી હોય તેને માટે શક્તિની ઉજ્જવળ ધારાઓ દશે દિશાઓમાં વહેતી રહેશે.
પ્રતિભાવો