એવા વિશ્વાસને અપનાવો
November 6, 2008 Leave a comment
એવા વિશ્વાસને અપનાવો
જેનાથી લોકકલ્યાણની દિશામાં પ્રગતિ થાય
એવા વિશ્વાસ અને સિદ્ધાંતોને અપનાવો.
એ વિશ્વાસ અને સિદ્ધાંતોને હ્રદયના
અંદરના ખૂણામાં ખૂબ ઊંડે સુધી ઉતારી દો.
તેમને એટલી દ્રઢતાપૂર્વક મજબૂત બનાવી લો કે
ભ્રષ્ટાચાર અને લાલચ સામે આવીને ઊભાં રહે
તો પણ તમે અડગ રહો.
પરીક્ષા આપવી પડે કે ત્યાગ કરવો પડે
તો પણ તેમાં ચલિત ન થવાય.
તે વિશ્વાસ શ્રદ્ધાપૂર્વકનો હોવો જોઈએ.
પ્રાણથી વધારે પ્યારો હોવો જોઈએ.
પ્રતિભાવો