૪૧. આપો અને મેળવો” અધ્યાત્મનો સિદ્ધાંત, આધ્યાત્મિક દ્રષ્ટિકોણ અપનાવીએ
November 8, 2008 Leave a comment
હીરા અને સોનાનાં ઘરેણાં મફતમાં નથી વહેંચાતાં. પંચામૃત કે તુલસીપત્ર જ પ્રસાદમાં મળે છે. માળા ફેરવવા અને અગરબત્તી સળગાવવાના બદલામાં કોઈપણ મનોકામનાઓ પૂરી કરી શકે એવાં દેવીદેવતા હજી સુધી જન્મ્યાં નથી. બેંક લોન આપતી વખતે આપણી પરિસ્થિતિ વિશે પૂછે છે અને તપાસ કરે છે કે પૈસા શા માટે માંગવામાં આવે છે? ક્યા કામ માટે તેનો ખર્ચ થશે? દેવતાઓ પાસે આવી બેંક નથી, જેનાથી પત્રપુષ્પના બદલામાં અથવા દર્શન કરવા માત્રથી કોઈ ધન્ય બની જાય. સંસારના ક્ષેત્રની જેમ જ અધ્યાત્મના ક્ષેત્રમાં પણ ખરીદ-વેચાણનો વ્યવહાર ચાલે છે. આ વાસ્તવિકતા જેટલી જલદી સમજાય તેટલું સારું.
પ્રતિભાવો