બાકી વધેલા જીવનનો સદુપયોગ કરો
November 8, 2008 Leave a comment
બાકી વધેલા જીવનનો સદુપયોગ કરો
જે સમય વીતી ગયો, તે જો અયોગ્ય રહ્યો હોય તો પણ હજી એક શક્યતા છે કે બાકીના સમયનો સદુપયોગ કરીને અગાઉ થઈ ગયેલ અનર્થનું શુદ્ધિકરણ કરવામાં આવે.
સુરદાસ, તુલસીદાસ, આમ્રપાલી, અંગુલીમાલ, અજામિલ, અશોક વગેરે શરૂઆતમાં ખૂબ ખરાબ હતા, પણ વિવેક જાગૃત થયા પછી તેઓ સુધરી ગયા. પાછળથી અપનાવવામાં આવેલ શ્રેષ્ઠતા એટલી તો સમર્થ હોય છે કે તેનાથી અગાઉ ના દોષો તથા પાપોને દબાવી શકાય છે. ઊર્ધ્વગામી બનવાનો નિશ્ચય કરી લઈએ તો દેવતાઓ હાથ લંબાવવામાં કે ડૂબતાને બચાવી લેવામાં કોઈ કસર રાખતા નથી.
ઊર્ધ્વગામીઓને ભગવાને સહારો આપ્યો છે. દિવ્ય જીવન જીવવાનો સંકલ્પ કરનારને, સાહસ કરીને મોટી છલાંગ મારવા માટે તૈયાર લોકોમાંથી કોઈને પણ અધવચ્ચે ડૂબવું પડવું નથી.
પ્રતિભાવો