૪૪. ભૂલ સુધારીએ, આધ્યાત્મિક દ્રષ્ટિકોણ અપનાવીએ
November 8, 2008 Leave a comment
ભૂલ સુધારીએ
આત્માની તુલનામાં શરીરનું મુલ્ય ઓછુ છે, તે જ રીતે ભાવનાત્મક સશક્તતાની તુલનામાં ભૌતિક સમૃદ્ધિ તુચ્છ છે. ભૌતિક ઉન્નતિ માટેના મોટામાં મોટા પ્રયોગો પણ ત્યાં સુધી તેના કરતાં અનેકગણા પ્રયત્નો આંતરિક વિકાસ માટે ન કરવામાં આવે.
આજે આપણી સૌથી મોટી ભૂલ આજ છે.
એની આવશ્યકતાનું મૂલ્ય ઓછું આંકીને આપણે ધાણીના બળદની જેમ ખૂબ પરિશ્રમ કરવા છતાં કોઈ મોટી મંજિલને પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી નથી.
હવે એ સમય આવી પહોંચ્યો છે કે તે ભૂલને સુધારી લેવા માટે આપણે વિલંબ કર્યા વગર કટિબદ્ધ થઈ જવું જોઈએ.
પ્રતિભાવો