૩૫. દુષ્કર્મ ખોટનો સોદો, આંતરિક શત્રુઓથી બચો
November 8, 2008 Leave a comment
દુષ્કર્મ ખોટનો સોદો.
અનેકવાર એ પરીક્ષણ થઈ ચૂકયું છે કે
દુષ્ટતા કોઈને માટે પણ લાભદાયક નથી.
જેણે પણ તે અપનાવી તેઓ ખોટમાં રહ્યા અને
વાતાવરણને દૂષિત બનાવી દીધું.
હવે આ પરીક્ષણ આગળ પણ ચાલુ રાખવાથી કોઈ લાભ નથી.
આપણે આપણું જીવન દળેલાને
ફરી દળવામાં ન વેડફીએ તો સારું.
અનીતિને અપનાવીને સુખની આકાંક્ષા પૂર્ણ કરવી
તે કોઈના માટે શક્ય નથી,
તો પછી આપણા માટે અસંભવિત વાત
કઈ રીતે સંભવિત બને?
પ્રતિભાવો