૨૬. લાલચ, આંતરિક શત્રુઓથી બચો
November 8, 2008 Leave a comment
લાલચ
લાલચ એક જબરજસ્ત તોફાન જેવી છે.
જો મજબૂત મનનો માણસ પણ જાગૃત ન રહે,
તો તેને પણ ગબડાવી દેવાની
શક્તિ તે ધરાવે છે.
જે વ્યક્તિ હંમેશા જાગૃત રહે છે તે જ
સંસારની નાનીમોટી લાલચો, આકર્ષણ,
ખોટો દંભ, દેખાવ તથા ટાપટીપથી
મુકત રહી શકે છે. જો એકવાર
તમે લાલચ અને વાસનાના ચક્કરમાં આવી ગયા
તો વર્ષો સુધી તેનું પ્રાયશ્ચિત્ત કરતા રહેવું પડશે.
પ્રતિભાવો