૩૨. નિરાશાથી બચો, આંતરિક શત્રુઓથી બચો
November 8, 2008 Leave a comment
નિરાશાથી બચો
જેની આશાનો દીપક બુઝાય ગયો,
જેને નિરાશાએ ઘેરી લીધો,
જેની આકાંક્ષાઓ સમાપ્ત થઈ ગઈ,
ભવિષ્ય માટે જેની પાસે કંઈ વિચારવાનું કે
કરવાનું નથી, એવી ઢસડાતી
જીંદગીને મરવાના વાંકે જીવતા હોય
એવી માનવી જોઈએ.
જીવનનો અર્થ માત્ર શ્વાસ લેવો, ખાવું, સૂવું,
એટલો જ નથી, પરંતુ તેથી વિશેષ છે.
જેનામાં કોઈ શ્રેષ્ઠતા ન હોય
તેવી જિંદગીને મૃતક જેવી માની શકાય છે.
કેટલીક વ્યક્તિઓ તો જિંદગીને
લાશની જેમ ઘસડતી રહે છે.
આશા વિનાના લોકોને આ શ્રેણીમાં ગણવા જોઈએ.
પ્રતિભાવો