શ્રેષ્ઠતાનું મૂલ્ય ઘટાડશો નહિ.
November 8, 2008 Leave a comment
શ્રેષ્ઠતાનું મૂલ્ય ઘટાડશો નહિ.
આજના વાતાવરણમાં દરેકને સંપન્નતા અને વિલાસિતાની સગવડો જ સર્વસ્વ લાગે છે. તેઓ પોતાની માન્યતાને અનુરૂપ એક જ સલાહ આપી શકે છે કે, પરમાર્થની કષ્ટસાધ્ય પ્રક્રિયાથી વ્યાવહારીક રીતે માઈલો દૂર રહેવું જ લાભદાયક છે. તેમની વાતને જેઓ જે હદ સુધી સ્વીકારી લે છે, તેઓ તે હદ સુધી સ્વાર્થ મગ્ન રહે છે. પરમાર્થની દિશામાં આગળ વધવું તેમને માટે ખૂબ મુશ્કેલ બની જાય છે. કોઈ વાસ્તવિક કારણ ન હોવા છતાં તે કથન અભેધ દીવાલ બની જાય છે. તે સ્થિતિમાં સ્વાર્થના પિંજરાની બહાર એક કદમ પણ મૂકી શકાતું નથી. તેનાથી મુકત થવા માટે તુલસીદાસના એ પત્રથી જ અંગુલી નિર્દેશ મળી જાય છે, જે તેમણે મીરાના પત્રના ઉત્તરમાં લખ્યઓ હતો. તેમાં કહ્યું હતું કે –
જાકે પ્રિય ન રામ વૈદેહી,
તજિયે તાહિ કોટિ બૈરીસમ, યધપિ પરમ સ્નેહી,
પિતા તજ્યો પ્રહલાદ, વિભીષણ બંધુ, ભરત મહતારી,
બલી ગુરુ તજ્યો, કંથ વ્રજ બનિતન ભયે મુદ મંગલકારી.
પ્રતિભાવો