ગુજરાતી બ્લોગ જગતને 200 પોસ્ટ અર્પણ..
November 9, 2008 1 Comment
ગુજરાતી બ્લોગ જગતને 200 પોસ્ટ અર્પણ..
ગુજરાતી બ્લોગ-જગતમાં શ્રી ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર દ્વારા યુગ ક્રાંતિના ઘડવૈયાની કલમેથી લખાયેલ ગાયત્રી જ્ઞાનયજ્ઞના અમૃત વિચારોની સંકલિત : 200 પોસ્ટ પૂર્ણ થયેલ છે, શ્રી વેદમાતા ગાયત્રીની સુક્ષ્મ પ્રેરણા અને પરમ પૂ. ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યના આશિર્વાદથી તેમજ વેબ જગતના ગુજરાતી બ્લોગરોના માર્ગદર્શનથી જેની યાદમાં આજે કારતક સુદ અગીયારસના (દેવ દિવાળી ) શુભ અવસર નિમિત્તે “નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી” પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
વિચાર શક્તિ વિશ્વની સૌથી મોટી શક્તિ છે, આજની વાસ્તવિકતા જોતા આજે કરવા યોગ્ય કામ એક જ છે, લોક માનસનું શુધ્ધિકરણ. આનું જ નામ વિચાર ક્રાંતિ છે. આધ્યાત્મિક ભાષામાં આને જ જ્ઞાનયજ્ઞ કહે છે.
જ્ઞાનયજ્ઞ આ યુગનો સૌથી મોટો પરમાર્થ છે, જનમાનસની દિશા બદલીને જ વર્તમાન તકલીફો અને મુંઝવણોમાંથી છુટકારો મેળવી શકાય છે. વ્યક્તિ અને સમાજના ઉજ્જવળ ભવિષ્યની શકયતા આપણા સહિયારા ગુજરાતી બ્લોગ જગતની સફળતા રહેશે.
ખરેખર સાચા અર્થમાં યજ્ઞ આરંભ્યો છે આપે… આ 200 પોસ્ટ્સ 200 માર્ગદર્શક મંત્રો સમી બની રહેશે…
– લેખિની
LikeLike