૭૦. આદર્શોની ચર્ચા જ નહિ, તેમને ચરિતાર્થ પણ કરો, ઉત્કૃષ્ટ જીવન તરફ આગળ વધો
November 13, 2008 Leave a comment
આદર્શોની ચર્ચા જ નહિ, તેમને ચરિતાર્થ પણ કરો.
વિચારોમાં બધા જ આદર્શવાદી હોય છે. યોગ્ય-અયોગ્યનું જ્ઞાન અથવા પાપ–પૂણ્યની અનુભૂતિ તો મૂર્ખ અને પાપીને પણ થાય છે, પરંતુ વ્યાવહારિક જીવનમાં આપણે તેને ભૂલી જઈએ છીએ. ધર્મને જાણતા હોવા છતાં તે પ્રમાણે આચરણ કરતાં નથી અને અધર્મને જાણતા હોવા છતાં તેમાંથી નિવૃત થતા નથી.
દુર્યોધનને આ વાત ભગવાન કૃષ્ણે જ્યારે તેઓ શાંતિદૂત બનીને ગયા હતા ત્યારે કહી હતી. અર્થાત્ ધર્મ-અધર્મની ખબર દરેકને હોય છે. બધા આ વાતો જાણે છે.
આપણે પણ જો આ વાતોની માત્ર લુખ્ખી ચર્ચા જ કરતા રહીએ તો કોઈ વિશેષ હેતુ સિદ્ધ નહિ થાય.
પ્રતિભાવો