૬૩.આત્માવલંબી બનો, ઉત્કૃષ્ટ જીવન તરફ આગળ વધો
November 13, 2008 Leave a comment
આત્માવલંબી બનો
સ્વાવલંબન, નિયમિતતા અને શિસ્ત મનુષ્યના વ્યક્તિત્વને શોભાવે છે અને તેને ઉજ્જવળ બનાવે છે. સ્વાવલંબનનો અર્થ છે – પોતાનું કામ પોતાના હાથે જ કરવું. ઘરમાં કે બહાર આ ગુણોને પોતાના સ્વભાવમાં ઉતારવા અઘરા નથી. પરિવારમાં રહેવાં છતાં પોતાનું કામ પોતાની જાતે જ કરી લેવું જોઈએ. પોતાનાં કપડાં જાતે ધોઈ લેવાં, પોતે જ હજામત કરી લેવી, બીજાં જરૂરી કામ પણ પોતે જ કરી લેવા જેવી વાત સ્થૂળ દ્રષ્ટીથી કોઈને ભલે મહત્વપૂર્ણ ન લાગતી હોય, પરંતુ તેનાથી વ્યક્તિત્વમાં સ્વાવલંબની જે સદવૃત્તિ આવે છે તે વ્યક્તિત્વને પ્રખર બનાવે છે.
પ્રતિભાવો