૬૬.ભાગ્ય અને ભવિષ્યનિર્માણ, ઉત્કૃષ્ટ જીવન તરફ આગળ વધો
November 13, 2008 Leave a comment
ભાગ્ય અને ભવિષ્યનિર્માણ
માનવીનું ચિંતન જ એક્માત્ર કેન્દ્રબિંદુ છે કે જેના પર વ્યક્તિની દિશા, પ્રતિભા, કાર્ય, પરિસ્થિતિ કે પૂર્ણ રીતે આધાતિત હોય છે. ચિંતનની ઉત્કૃષ્ટા કે નિકૃષ્ટતાના આધારે વ્યક્તિ દેવ કે દાનવ બને છે. સ્વર્ગ અને નર્કનું સર્જન પૂર્ણ રીતે મનુષ્યના પોતાના હાથમાં છે.
પોતાના ભાગ્ય અને ભવિષ્યનું નિર્માણ દરેક વ્યક્તિ પોતાની જાતે જ કરે છે. ઉત્થાન અને પતનની ચાવી ચિંતનની દિશાને જ માનવામાં આવી છે. આપણે આપણી પરિસ્થિતિને જો ઉત્કૃષ્ટ સ્તર તરફ લઈ જવી હોય તો તે માટેની એક અનિવાર્ય શરત છેકે પોતાના ચિંતનને નિકૃષ્ટતા તરફથી અટકાવીને ઉત્કૃષ્ટતા – શ્રેષ્ઠતા તરફ વાળવું જોઈએ.
આ પરિવર્તન જ આપણા સ્તર, સ્વરૂપ અને પરિસ્થિતિઓને બદલાવવામાં સમર્થ બની શકે છે.
પ્રતિભાવો