જે કંઈ કરો, તે સારું કરો
November 13, 2008 1 Comment
જે કંઈ કરો, તે સારું કરો
બીજાના બદલે પહેલાં પોતાનાં વિચારો અને કાર્યોમાં પરિવર્તન કરો. આપણી આકાંક્ષાઓ, ઈચ્છાઓ, વૈભવ, મોટાઈ વગેરેથી દૂર રહીને વ્યક્તિત્વને મહાન બનાવવાની અને જીવનક્રમને અનુકરણીય, અભિનંદનીય સ્તર સુધી લઈ જવાની યોજના બનાવો. બીજાને આંજી નાખીને સસ્તી વાહવાહ મેળવવાની વાત છોડી દઈને એવો માર્ગ શોધી કાઢો કે જેથીપોતાની મહાનતાને જાગ્રત, પ્રગટ, પરિપુષ્ટ અને ચિરસ્મરણીય બનાવવાનો અવસર મળે.
કંઈક મેળવવું જ હોય તો એવું મેળવો કે જેનાથી આત્મતૃપ્તિ, લોકશ્રદ્ધા અને દૈવી અનુકંપાનું અનુદાન સતત પ્રાપ્ત થાય.
કંઈક સાહસ જ કરવું હોય તો એવો સેતુ બાંધો, કોઈ એવું જહાજ બનાવો, જેની મદદથી અસંખ્ય વ્યક્તિઓને ભયંકર જલધારાનો અવરોધ ઓળંગીને બીજા કિનારા સુધી પહોંચવાનો અવસર મળે.
પુરુષાર્થકરવો હોય તો ઉચ્ચસ્તરીય કરો. વૈભવ મેળવવો હોય તો એવો મેળવો કે જે બીજાના પણ કામમાં આવે.

LikeLike