મોટાઈ
November 13, 2008 Leave a comment
મોટાઈ
મોટાઈ ન તો સંગ્રહમાં છે કે ન ઉપભોગમાં. ઠાઠમાઠ બતાવવામાં નાટકવાળા વધારે કુશળ હોય છે. અભિનેતા આ કળામાં પ્રવીણ હોય છે. ખજાનચી રોજ લાખોની લેવડ-દેવડ કરે છે. લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં તો સડક ઉપર નગ્ન થઈને ફરનાર પાગલ પણ સફળ બને છે.
આવી છીછરી પ્રવૃતિઓ કોઈ વિચારશીલે ન અપનાવવી જોઈએ. વિચાર કરો કે મોટાઈ એ એક દ્રષ્ટીકોણ છે, જેમાં હંમેશા આગળ વધવાનો, કોઈ માર્ગ કાઢવાનો તથા જે ઉત્તમ છે તેને જ અપનાવવાનો ઉમંગ જાગે છે અને હિંમત પેદા થાય છે. આપણા ઉત્સાહ, આકાંક્ષાઓ, પ્રવૃત્તિઓ અને વિભૂતિઓમાં કંઈક અવી વિશેષતા હોવી જોઈએ કે જેથી બીજાને પ્રેરણા મળે. વિનાશ તો દીવાસળીની પેટીથી પણ થઈ શકે.
એક કાંટો પણ પ્રાણઘાતક નીવડી શકે. આપણું પરાક્રમ સાવરણી જેવું, સૂપડા જેવું, સાબુ જેવું, કપાસ જેવું ઉજ્જવળ તથા સર્જનાત્મક રહે તો શું વાંધો છે? ઘાસની જેમ ઊગો, હરિયાળી ફેલાવો અને બીજાને કામ આવો.
પ્રતિભાવો