પતન નહિં, પણ ઉન્નતિ.
November 13, 2008 Leave a comment
પતન નહિં, પણ ઉન્નતિ.
સદ્દજ્ઞાન સમસ્ત વિપત્તિઓનું નિવારણ કરે છે. રામાયણનું કથન છે કે
“જહાં સુમતિ તહાં સંપત્તિ નાના” અર્થાત્ જયાં વિચારશીલતા વિધમાન હોય છે ત્યાં અનેક સુવિધાઓ તથા સંપદાઓની હારમાળા અનાયાસે જ ખેંચાતી આવે છે. આ જ કારણે સદ્દબુદ્ધિની અધિષ્ઠાત્રી ગાયત્રીને માનવામાં આવી છે. મન:સ્થિતિ પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે. પરિસ્થિતિઓ જ સુખદુ:ખનું ઉત્થાન કે પતનનું કારણ બનીને સામે આવે છે.
મનુષ્ય પોતે જ પોતાનો શત્રુ છે અને જો તે ચાહે તો પોતાનો ગાઢ સહયોગી મિત્ર પણ બની શકે છે.
એટલા માટે પોતાને પતન તરફ નહિં, ઉન્નતિ તરફ લઈ જાઓ.
પ્રતિભાવો