પોતાના આચરણનું પ્રમાણ આપો.
November 13, 2008 Leave a comment
પોતાના આચરણનું પ્રમાણ આપો.
જે વાત હજારોવાર પરખાએ ચૂકી છે તેને વારંવાર ન પારખવી જોઈએ. દળાઈ ચૂકેલાને ફરી ફરીને દળવાથી શું લાભ? જનમાનસનાં પરિવર્તનની જરૂરિયાતને ખરેખર પૂર્ણ કરવી જ હોય તો તેનો એક જ રસ્તો છે કે આદર્શોને જીવનમાં ઉતારી શકનારા સાહસિક લોકોનું એક એવું સંગઠન બને, જે પોતાના આચરણ દ્વારા એ સિદ્ધ કરે કે આદર્શવાદિતા એ કંઈ બીજાને ઉપદેશ આપવાની બાબત નથી પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત પણ કરી શકાય છે. આ સિદ્ધાંતને સાબિત કરવા માટે આપણે જાતે જ આગળ આવવું પડશે.
બીજાને ખભે બંધૂક મૂકીને કંઈ ગોળી ન ચલાવી શકાય. આદર્શ કોઈ બીજો રજૂ કરે અને નેતાગીરી આપણે કરીએ એ વાત હવે નહિ ચાલે. આપણે આપણી શ્રદ્ધાની પ્રામાણિકતા આપણા આચરણ દ્વારા જ સાબિત કરવી પડશે. શ્રેષ્ઠ આચરણથી બીજા લોકોને અનુકરણ કરવાની પ્રેરણા મળે છે. આગળ જ્તાં પણ આ જ પદ્ધતિ કોઈ ચોક્કસ પરિણામ લાવી શકશે.
પ્રતિભાવો