પોતાના માટે જ ન જીવો
November 13, 2008 Leave a comment
પોતાના માટે જ ન જીવો
કોઈએ એટલું જ માનીને સંતુષ્ટ થઈને બેસી ન રહેવું જોઈએ કે અમે પોતે સારા છીએ તેથી આપણી ભલમનસાઈનો લાભ લઈને સુખી રહીશું. આપણી સુરક્ષા માટે પણ આસપાસના વાતાવરણમાં સજ્જતાનો સમાવેશ કરવો પડશે. વ્યક્તિગત ભલમનસાઈથી સુખશાંતિ પ્રાપ્ત કરવાની આશા એજ રાખી શકે કે જેણે આસપાસના વાતાવરણમાં પણ સુરક્ષાત્મક સૌજન્ય ઉત્પન્ન કર્યુ હોય.
વાતાવરણને સુધારવું તે હકીકતમાં તો પોતાની વ્યક્તિગત સુવિધાઓને સુરક્ષીત રાખવા બરાબર છે. સ્વાર્થ એકલો જ નહિ, તેની સાથે પરમાર્થની સુરક્ષાત્મક દીવલ ઊભી કરવી એ પણ જરૂરી છે.
સમાજમાં પ્રચલન સારું થાય તો જ આપણી વ્યક્તિગત સુવીધાઓ તથા પરિસ્થિતિઓ સુખશાંતિપૂર્ણ બની શકે. એટલા માટે વિશુદ્ધ સ્વાર્થની દ્રષ્ટીએ વિચારીએ તો પણ આપણે બધાએ સામાજિક વાતાવરણના સુધાર માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ..
પ્રતિભાવો