૭૯. સાહસ બતાવો, જીવનસંઘર્ષના યોદ્ધા બનીએ
November 13, 2008 Leave a comment
સાહસ બતાવો
કર્તવ્ય-અકર્તવ્યની ગૂંચ કંઈ બહુ મુશ્કેલીભરી નથી.
માનવ-જાવનનો સદુપયોગ કે દુરુપયોગ શેમાં છે તે જાણવું કંઈ અઘરું નથી.
આજ સુધી જે સાંભળ્યું, સમજ્યા તથા વિચાર્યુ છે તેની મદદથી એવો કાર્યક્રમ સરળતાથી બનાવી શકાય કે આપણે પોતાને આજના કીચડમાંથી નીકળીને કાલના સુવર્ણ સિંહાસન પર બેઠેલા જોઈ શકીએ. આપણે એ જાણતા નથી એવું નથી.
વાત માત્ર સાહસના અભાવની છે. કંજૂસાઈ, સંકુચિતતા તથા ડરપોકપણું આપણને ત્યાગ અને બલિદાનનું કોઈ સાહસપૂર્ણ કદમ ઉપાડવા નથી દેતાં.
જો આ વર્તુળને તોડી નાખવાનું કોઈનાથી શક્ય બને તો આપણા સાહસના બળે જ નરમાંથી નારાયણ બની શકાય.
પ્રતિભાવો