૬૮. તમે પણ મહાન બની શકો છો, ઉત્કૃષ્ટ જીવન તરફ આગળ વધો
November 13, 2008 Leave a comment
તમે પણ મહાન બની શકો છો
વાલ્મીકિ, અંગુલિમાલ, આમ્રપાલી, સુરદાસ, સમ્રાટ અશોક વગેરેનું જીવન શરૂઆતમાં કલુષિત હતું. ગાંધીજી જન્મજાત અવતાર ન હતા. જો હોત તો તેમને લગભગ ત્રીસ વર્ષની ઉંમર સુધી અહીંતહીં ભટકવું પડ્યું ન હોત.
રામાયણનાં પાત્રોમાં હનુમાન, અંગદ, સુગ્રીવ, જાંબુવંત, જટાયુ વગેરેની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ છે, પરંતુ તે લોકો જન્મજાત મહાપુરૂષ હોત તો તેમનો જીવનક્રમ આરંભથી જ નિર્ધારિત દિશામાં ચાલુ રહ્યો હોત. અગણિત સંત મહાત્માઓ અને મહાપુરૂષોનો જીવનક્રમ એવો જ હતો, જેને ધ્યાનપૂર્વક જોતાં સ્પષ્ટ થાય છે કે તેઓ જન્મજાત રૂપથી કોઈ મહાનતા લઈને આવ્યા હોતા નહોતા.
જીવનનો ઘણો મોટો ભાગ તેમણે નિરર્થક કાર્યોમાં ગુમાવ્યો હતો. સમય અનુસાર તેમની અંત:ચેતનાએ પલટો ખાધો, દિશા બદલાઈ અને પછી તેઓ કંઈકના કંઈ બની ગયા. એથી પ્રગટ થાય છે કે મહાનતાનો કોઈપણ પૂર્વસંચિત કણ જો અંત:કરણમાં વિધમાન હોય તો તે ગમે ત્યારે પણ ફળદાયી બને છે.
મહાકાલની એક દ્રષ્ટી તેનો કાયાકલ્પ કરી શકે છે.
પ્રતિભાવો