૬૯. તપસ્વી, મનસ્વી અને તેજસ્વીની ભૂમિકા નિભાવો, ઉત્કૃષ્ટ જીવન તરફ આગળ વધો
November 13, 2008 Leave a comment
તપસ્વી, મનસ્વી અને તેજસ્વીની ભૂમિકા નિભાવો
આપણે દૂરદર્શી વિવેકશીલતા અપનાવીએ અને તેના આધારે નીતિ નક્કી કરીએ. પ્રચલિત માળખામાંથી માત્ર એટલો જ સ્વીકાર કરીએ કે જેટલું ઉચિત હોય. લોકમંગલનું ધ્યાન રાખો, પરંતુ લોકમત ઉપર ધ્યાન ન આપો. જનસમૂહનો પ્રચલિત પ્રવાહ અવાંછનીયતા તરફ હોય છે. તેની સાથે ન વહી જાવ.
દરેક પ્રસંગે ન્યાયનીતિ અપનાવો અને કોણ શું કહે છે તેની ઉપેક્ષા કરી શકવાનું સાહસ એકઠું કરો. એક આંખ પ્યારની અને બીજી સુધારની રાખો. ઔચિત્યને સમર્થન આપો. સાથે જ અનૌચિત્ય સાથે સહમત ન થાઓ અને તેને સહયોગ ન આપો. સંભવ હોય તો તેનો વિરોધ કરીને સંઘર્ષ પણ કરો. આ નીતિ પોતાનાંઓ સાથે તથા બીજાઓની સાથે રાખવી. મિત્ર યા સ્વજન હોવા છતાં તેમની અયોગ્ય બાબતોમાં સહયોગી ન બનો.
આત્મસુધારમાં તપસ્વી, પરિવાર નિર્માણમાં મનસ્વી અને સમાજ પરિવર્તનમાં તેજસ્વીની ભૂમિકા ભજવો.
પ્રતિભાવો