૫૫. વાર્તાલાપનાં ગૂઢ રહસ્યો, વાણીની સાધના

વાર્તાલાપનાં ગૂઢ રહસ્યો.

જેવી રીતે તમે સારાં પુસ્તકો કેવળ તમારા લાભને માટે પસંદ કરો છો તેવી રીતે સાથીદાર એવો પસંદ કરો કે જેથી તમને કંઈક લાભ થાય. સૌથી સારો મિત્ર તો તે છે, જેનાથી આપણામાં ગમે તે રીતે સુધારો થાય અને આનંદમા વૃદ્ધિ થાય. જો તે મિત્રોથી તમને કોઈ લાભ ન થતો હોય તો તમે તેમને આનંદ અને સુધારામાં વૃદ્ધિ કરવામાં મદદ કરો. જો તમે તે સાથીદારો પાસેથી કોઈ લાભ ન મેળવી શકતા હો કે તેમને તમે કશો લાભ ન આપી શકતા હો તો તમે તરત જ તેમનો સાથ છોડી દો.

Ø પોતાના સાથીદારોના સ્વભાવનું પૂરું જ્ઞાન મેળવો. જો તેઓ તમારાથી મોટા હોય તો તમે તેમને કંઈક પૂછો અને તેઓ જે કંઈ કહે તે ધ્યાનપૂર્વક સાંભળો. જો તેઓ નાના હોય તો તમે તેમને કંઈક લાભ પહોંચાડો.

Ø જ્યારે પરસ્પરની વાતચીત નીરસ બની ગઈ હોય ત્યારે તમે કોઈ એવો વિષય છેડો, જેના પર બધા કંઈક ને કંઈક બોલી શકે અને જેનાથી બધા મનુષ્યઓના આનંદમાં વૃદ્ધિ થાય, પણ તમે ત્યાં સુધી એમ કરવાના અધિકારી નથી કે જ્યાં સુધી તમે નવા વિષયનું જ્ઞાન પ્રાપ્ત કર્યું ન હોય.

Ø જયારે કંઈક નવીન મહત્વપૂર્ણ અથવા બોધ મળે એવી વાત કહેવામાં આવે ત્યારે તમે તેને તમારી નોટબુકમાં નોંધી લો. તેનો સાર ગ્રહણ કરી લઈને બાકીનો કચરો કાઢી નાંખો.

Ø તમે કોઈપણ સમાજમાં અથવા સાથીઓની સાથે આવતાં-જતાં તદ્દન મૌન વ્રતવાળા ન બનો. બીજાઓને ખુશ કરવાનો અને તેમને કંઈક જ્ઞાન આપવાનો પ્રયત્ન અવશ્ય કરો. એ સંભવ છે કે તમને પણ બદલામાં આનંદવર્ધક અથવા જાણવા જેવી માહિતી અવશ્ય મળે. જ્યારે કોઈ બોલતું હોય ત્યારે તમે ભલે ચૂપ રહો, પરંતુ બધા ચૂપ બની જાય ત્યારે તમે બધાની શૂન્યતાનો ભંગ કરો. બધા તમારા કૃતજ્ઞ બનશે.

Ø કોઈ વાતનો નિર્ણય જલદીથી ન કરો. પહેલાં તેના બંને પક્ષોનું મનન કરો. કોઈ પણ વાતને વારંવાર ન કહ્યા કરો.

Ø એ વાતનો સારી રીતે ખ્યાલ રાખો કે તમે બીજાની ઊણપો તથા ભૂલોને જે દ્રષ્ટિથી જુઓ છો તેમને તેઓ એ દ્રષ્ટિથી નહિ જોતા હોય. એટલા માટે સમાજ સમક્ષ કોઈ મનુષ્યના દોષ પર સ્વતંત્ર રીતે આક્ષેપ, કટાક્ષ કે ટીકાટિપ્પણી કરવાનો તમને અધિકાર નથી.

Ø વાતચીત કરતી વખતે પોતાની બુદ્ધિમત્તા બતાવવાનો ખોટો પ્રયત્ન ન કરો. જો તમે બુદ્ધિશાળી હશો તો તે તમારી વાતચીત પરથી જ ખબર પડી જશે. જો તમે પ્રયત્ન કરીને તમારી બુદ્ધિમાની પ્રગટ કરવા માગશો તો સંભવ છે કે તમારી બુદ્ધિહીનતા વધુ પ્રગટ થતી જશે.

Ø કોઈની વાત જો તમને અપમાનજનક અથવા અવિવેકી લાગતી હોય, તો પણ થોડીવાર માટે ચૂપ રહેવાનો પ્રયત્ન કરો. એમ પણ બની શકે કે તે વાત તમારા સ્વભાવને કારણે તમને ખરાબ લાગતા હોય, પણ બીજા બધા લોકોને સારી લાગતી હોય. જો એમ હોય તો થોડો સમય ચૂપ રહેવાથી તમારે પાછળથી પસ્તાવું નહિ પડે, પરંતુ તમને એક ધૈર્યનો પાઠ શીખવા મળશે.

Ø તમે પોતે સ્વતંત્રતાપૂર્વક તથા સરળતાપૂર્વક વાતચીત કરો અને બીજાને પણ તેમ કરવા દો. ઓછા સમયમાં અમૂલ્ય શિક્ષણ પ્રાપ્ત કરવાનો સંસારમાં બીજો કોઈ માર્ગ નથી.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to ૫૫. વાર્તાલાપનાં ગૂઢ રહસ્યો, વાણીની સાધના

 1. Nitin M Thakar says:

  Dear Kantilal,

  Few tips for good communication as per me, You may like it,
  1) Learn The Language- There is no substitute to learning the language. You are not expected to write thesis on it but yes you should know basic plus a bit more on it. Getting the theory right is a first step toward achieving perfection in practical part of it
  2) Reading- The best way to adapt yourself to any language is by reading more of it. This helps you in improving your vocabulary.
  3) Listening – It is important to understand language as a part of How to speak fluent. You need to understand what is being said, the words, and most important the accent. Listening is essentially a feedback mechanism you give to yourself to improve your flow or fluency.
  4) Talking- As far as possible try to talk . Even incorporating few words in your daily routine goes a long way in improving your fluency. Talking provides a flow to your tongue which is necessary to make yourself habitual to speak words. Also be positive to learn from your mistakes especially when it concern either accent or grammar. Instructing yourself and even talking to self is important step to help you in your zeal on How to speak fluent .
  5) Thinking-Concentrate and find in which language you are thinking right now. Most of the talking we do in our mind goes a long way in helping to speak fluently. It is adapting yourself to environment so that when you need it most it should not seem alien to you. It is perhaps the most important step to speak fluently.
  6) Shyness- Don’t ever think what others would think of you. Keep trying and experimenting at different places. Shyness may force or clinch you back but all your effort should be to speak rather than subdued by your thoughts. It is only a matter of time before people you think will laugh at you would become proud of you.

  Regards,

  NM Thakar

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: